Home Gujarat Bjp Audio Clip Controversy Mayank Nayak Social Media Post

"મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો" : "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ

Gujarat Bjp Viral Audio Clip Controversy
Image Credit: AI
Published by: Bhadreshkumar Mistry
Last Updated: May 24, 2026, 08:15 AM IST

Gujarat Bjp Viral Audio Clip Controversy: ગુજરાત ભાજપનું એપી સેન્ટર ગણાતા મહેસાણામાં હાલ એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યાં છે. AIના દૌરમાં હાલ કથિત રીતે ભાજપના નેતાઓની એકબાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેનું કેન્દ્ર સ્થાન મહેસાણા છે. જેમાં સૌથી પહેલાં મહેસાણાના ભાજપના કોર્પોરેટર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે અપમાનજનક ટિપ્પણી કરતા હોવાનો કથિત ઓડિયો હાલ વાયરલ થઈ રહ્યું છે. ત્યાર બાદ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. વાયરલ થયેલી બીજી ઓડિયો ક્લિપમાં કથિત રીતે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલ ભાજપ કાર્યકર મૌલિકને ફોન પર રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે અને પ્રશાંત કોરાટ વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ ના મુકવા માટે ખખડાવી રહ્યાં છે.

નીતિન પટેલ અંગે વાયરલ ઓડિયો ક્લિપથી ભાજપમાં ભડકો: પિક્ચર પૂરા કરવાની વાતો ચર્ચામાં! શું અનામત આંદોલનવાળી વાત સાચી છે?

મયંક નાયકની પોસ્ટ મૂકવા બદલ કાર્યકર ફોન પર ખખડાવ્યોઃ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મયંક નાયકની મૂકેલી પોસ્ટ બાબતે પિન્ટુ પટેલે મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાજપના કાર્યકર મૌલિકને ફોન કરીને ખખડાવ્યો હતો. મહેસાણા જિલ્લામાં ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. પિન્ટુ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના ભાજપના નેતાઓ માટે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ, હરેશભાઈ અને ભાજપના સ્થાનિક કાર્યકર મૌલિક વચ્ચેની વાતચીતની વિવાદિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહી છે. આ કથિત ઓડિયો ક્લિપમાં મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ ભાજપના સ્થાનિક કાર્યકર મૌલિકને રાજ્યસભા સાંસદ મયંક નાયક અંગે પોસ્ટ મુકવા બદલ ખખડ઼ાવી રહ્યાં છે.

'અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું': 'મેં તેમનું પિકચર પૂરૂ કર્યું', મહેસાણા ભાજપના કોર્પોરેટરનાં બફાટ પર ગરમાયું રાજકારણ

વાંચો 5 મિનિટની વાયરલ ઓડિયો ક્લિપની ભાજપના નેતાઓની કથિત વાતચીત. જાણો આ કથિત ઓડિયો ક્લિપમાં શું વાતચીત સામે આવી.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

"મૌલિક મારી વાત સાંભળી લેજે, મને નાયકથી નફરત છે. મારા વગર તું એમ કહેતો હોય કે તું મોતીદેવ ગામનો શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય, હું રાજકારણ છોડી દઇશ. હું સ્ટેમ્પ પેપરમાં લખી આપું. તમને અનુકૂળ હોય એમ કર.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

પિન્ટુભાઇ એવું કઇ નથી. ખાલી બ્રો ખાલી એમ જ ફોટો મુક્યો છે.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

મને નાયકથી નફરત છે. તું ફોન રેકોર્ડ કરીને મયંકને સંભળાવજે. મયંક નાયક મારા માટે જીરો છે. મયંક નાયક મારા માટે જીરો છે. પિન્ટુભાઈ રાજકારણ છોડશે બાકી નાયકને પગે નહીં લાગે.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

મારે આવી રીતે રાજકારણમાં એન્ટ્રી નથી મારવી. મારે એવું તમારી વિરુદ્ધ કંઇ કરવું નથી.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

મને તારા જેવું નથી આવડતું કે હું એની પોસ્ટ અને સ્ટોરી મુકું.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

મેં શું કર્યું, મેં ખાલી સ્વામિનારાયણની પોસ્ટ મુકી હતી.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

છોડને સ્વામિનારાયણ નહીં ખુદ ભગવાન મયંક નાયકને મળવા આવે તો પણ હું એની પોસ્ટ ના મુકું.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

સ્વામિ મૌલિકભાઇ લાઇન ઉપર છે, વાત કરો. મેં મૌલિકને એવું કીધું તે આજે પણ મયંક નાયકની પોસ્ટ મુકી, કાલે પણ મયંક નાયકની પોસ્ટ મુકી હતી. મૌલિક સાંભળે જ છે કોન્ફરન્સ કોલમાં. મૌલિક હું તને ઓળખતો નથી, હું હરેશભાઇને ઓળખું છું. તારામાં તાકાત હોય તો મોતીદેવના શક્તિ કેન્દ્રનો ખાલી ઇન્ચાર્જ બની બતાવ. હું તને 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખીને આપું કે પિન્ટુભાઇ અને એમના મિસિસ આજીવન રાજકારણ છોડી દેશે. અત્યારે હાલ હરેશભાઈને લખીને આપી દઉં. મૌલિકને કહું છું, તું જેના પર કુદતો હોય મૌલિક તો ખોડ ભૂલી જજે. તું મેયરના પાસે ફોટો પડાવ, જગદિશ વિશ્વકર્મા જોડે ફોટો પડાવ, એ બધું હું જાણું છું. જગદિશ વિશ્વકર્મા જોડે ફોટા પડાવવાનો 5 લાખ રૂપિયા ખર્ચો છે. આ તો હરેશભાઈએ કીધું એટલે મેં તને ફોટો પડાવવા દીધો. મૌલિક તને કહી દઉં, પિન્ટુભાઇના પેટનું પાણી પણ નહીં હલે. તારા જેવા 17 દુશ્મનો પિન્ટુભાઈ પી ગયા છે, આ લેવલે પહોંચવામાં. તું મારો 18મો દુશ્મન છે.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

મેં ક્યાં પિન્ટુભાઈ તમારી સાથે દુશ્મની કરી છે. મારે ક્યાં કઈ લેવા દેવા છે.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

મૌલિક તું સાંભળી લે, મયંક નાયકની જે પણ પોસ્ટ મુકે એ મારો દુશ્મન. રજનીભાઇ સિવાયની કોઇની પણ પોસ્ટ મુકે એ મારો દુશ્મન, તને આ વસ્તુ અનુકૂળ છે? તું ગાંધીનગરના મેયરની પોસ્ટ મુકે તો પણ તું મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ? નથી ને તો ફોન મુકી દેજે, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મારે હરેશભાઇને એકવાર કહેવાનું હતું એટલે કહી દીધું.

બાકી મોતીદેવમાં જેટલાં તારા છે એનાથી વધારે માણસો મારા છે.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

મોતીદેવની તમે ક્યાં વાત કરો છો, હું આવું તો તમે એમ કહો છોકે, મયંકભાઇ આવતા નથી.

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

મૌલિક સાંભળી લેજે, કાલે તે પ્રશાંત કોરાટની પોસ્ટ મુકી. રજનીભાઇ મહામંત્રી હતા ત્યારે પ્રશાંત કોરાટ અમને પગે પડતો હતો. તું પ્રશાંત કરોટને સંભળાવજે. રજનીભાઇ મહામંત્રી હતા ત્યારે પ્રશાંત કોરાટ એમને પગે પડતો હતો, એને સંભળાવજે કોલ. તું મેયરની પોસ્ટ મુકે, પ્રશાંત કોરાટની પોસ્ટ મુકે, અને મયંક નાયકની પોસ્ટ મુકે એટલે શું અમે ગભરાઇ જવાના છીએ? તું જેને ગભરાવતો હોય એને ગભરાવજે, પિન્ટુભાઇ કોઇનાથી ગભરાય એવા નથી. તારા જેવા તો સત્તર ફેવરી નાંખ્યાં મેં.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

તમે યાર...આખી વાત જ અવળી હમજો છો...યાર...

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

અવળી વાત નહીં, તારે રજનીભાઇને ગુરુ માનવા હોય રજનીભાઇને પગે લાગવું હોય તો જ આવજે અમારી જોડે. તને ગાંધીનગરના મેયર ગમતા હોય તો એના પગે પડજે. તને પ્રશાંત કોરાટ સારો લાગતો હોય તો એની પાસે જજે મારી પાસે ના આવતો. તને રજનીભાઇ સારા લાગતા હોય તો જ પગે પડવા આવજે, નહીં તો ના આવતો. તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, અમારી છઠ્ઠીનું ધાવણ અમે બતાવીશું...

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

મારે કોઇને બતાવવું નથી યાર, હું કંઇ રાજકારણમાં છઠ્ઠીનું ધાવણ બતાવવા છોડી આવ્યું છું...

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

તું ગાંધીનગરના મેયર અને પ્રશાંત કોરાટના પગ પકડીને બેસી રહેજે. મેં જે ફોટો તારામાં મોકલ્યો છે એ એના પગ પકડીને બેસી રહેજે.

ભાજપ કાર્યકર મૌલિકભાઇ:

હરેશભાઇ યાર તમે આ પિન્ટુભાઇને સમજાવો યાર...

મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલઃ

મૌલિક મોતીદેવ ગામમાં તારા જેવો બોગસ માણસ કોઇ નથી મૌલિક. ગામે મને તારા વિશે જે કીધું એના કરતા તું 70 ટકા વધારે ખરાબ છે. મેં હરેશભાઇને પણ કીધું કે આ બોગસમાં બોગસ માણસ છે આનો સંઘ ના કરાય. તારામાં તાકાત હોય તો એક હોદ્દો લઈને બતાવ. તારી અને મારી શરત. મુક ફોન.

(ઓફબીટ સ્ટોરીઝ આ વાયરલ ઓડિયોની પુષ્ટી કરતું નથી.)

સોશિયલ મીડિયા પોસ્ટ પણ બની રાજકીય વિવાદનું કારણ

સ્થાનિક રાજકારણમાં હવે સોશિયલ મીડિયા પોસ્ટ પણ શક્તિપ્રદર્શનનું સાધન બની ગયું છે. કયા નેતાની તસવીર મૂકવી, કોને શુભેચ્છા આપવી અને કોની પોસ્ટ શેર કરવી તે બાબતો પણ રાજકીય વફાદારી સાથે જોડાઈ ગઈ છે. આ ઘટનામાં પણ મયંક નાયકની પોસ્ટ મૂકવાના મુદ્દે કાર્યકરને ફોન કરીને ખખડાવ્યાનો દાવો થતો હોવાથી પક્ષની અંદરની અસહિષ્ણુતા ચર્ચાનો વિષય બની છે.

ઓડિયોમાં ભાજપના કયા નેતાએ કરી હતી નીતિન પટેલનું પિક્ચર પુરું કરવાની વાત?

મયંક નાયક અંગેની ઓડિયો ક્લિપ પહેલાં નીતિન પટેલ અંગેની ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી હતી. મહેસાણા મહાનગરપાલિકીની ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ પહેલાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે કથિત ઓડિયો ક્લિપમાં વિવાદિત અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી. જેમાં વાયરલ ઓડિયો ક્લિપમાં કથિત મહેસાણા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલે એવો બફાટ કર્યો હતો પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઉભું કર્યું અને મેં તેનું પિક્ચર પુરું કર્યું. વધુમાં તે આ કથિત ઓડિયો ક્લિપમાં એવું પણ બોલી રહ્યાં છેકે, “મારો ટાઈમ આવશે ત્યારે સમાજના કોઈ આગેવાનોનું નહીં સાંભળું” અને “ગમે એવો મજબૂત નેતા હોય, આપણે પિક્ચર પૂરૂ કરી દીધું.”

વાયરલ ઓડિયો બાદ મહેસાણા ભાજપમાં આંતરિક જૂથવાદ અને નેતૃત્વની ખેંચતાણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્તરે ચાલતા મતભેદો હવે જાહેર રીતે સામે આવતા સંગઠનની છબી પર અસર થઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આવી ક્લિપ્સ પક્ષ માટે પડકારરૂપ બની રહી છે, ખાસ કરીને સ્થાનિક ચૂંટણી અને સંગઠનાત્મક રાજકારણ દરમિયાન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now