Home Gujarat Bjp Aap Congress Gujarat Patidar Politics Analysis

ફરી એક મંચ પર દેખાયા ઇટાલિયા, કથિરિયા, બાંભણિયા અને વરુણ : ગુજરાતની રાજનીતિમાં શું રંધાઈ રહ્યું છે? શું ફરી પાટીદારો કરશે કંઈક નવાજૂની?

Patidar Politics in Gujarat
Published by: Bhadreshkumar Mistry
Last Updated: May 10, 2026, 12:39 PM IST

Patidar Power and Politics: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ભાજપના નેતા વરુણ પટેલ અને અલ્પેશ કથિરિયાની સાથે દિનેશ બાંભણિયા અને મનોજ પનારા સહિત પાટીદાર આંદોલન સમયના એ પાટીદાર ચહેરાઓ ભલે આજે અલગ અલગ રાજકીય પક્ષોમાં ગોઠવાઈને પોતાની કરિયર બનાવી રહ્યાં હોય પણ ફરી એકવાર એક મંચ પર આ ચહેરાઓ સાથે દેખાતા નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આકાર પામી રહેલાં સરદારધામના ખાતમુહુર્ત પ્રસંગની આ તસવીર 9 મે 2026ની છે. આ પ્રસંગ ભલે સામાજિક હોય પણ અહીં રાજકારણનો રંગ તો દેખાઈ જ રહ્યો છે. એક સાથે પાટીદાર ચહેરાઓની આ તસવીરે ફરી એકવાર આખા ગુજરાતનું ધ્યાન તેની પર ખેંચ્યું છે.

આ ગુજરાતીએ જીવના જોખમે પ્રચાર કરી સુવેન્દુ અધિકારીને જીતાડ્યાં: બંગાળમાં કમળ ખિલવવા ચૂંટણીમાં ગુજરાતથી ખાસ ટીમ કરાઈ હતી તૈનાત

કારણકે, આ તસવીરમાં ફરી એકવાર એક સાથે પાટીદાર પાવર જોવા મળી રહ્યો છે. અનામત આંદોલનના એક સમયના સાથીઓ જે સમયાંતરે રાજકીય મહેચ્છાઓને પુરી કરવા અલગ અલગ રાજકીય પક્ષોમાં સક્રીય થયા. હવે પાટીદાર સમાજના આ નેતાઓ રાજનેતા બની ગયા છે. ત્યારે આ તસવીરે ફરી એકવાર હલચલ જગાવી છેકે, શું આ યુવા પાટીદાર નેતાઓ ફરી એકવાર કંઈક મોટું કરવાની ફિરાકમાં છે? શું આ દોસ્તી અને મેળાપ માત્ર સામાજિક છેકે પછી આની પાછળ આ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે ની કોઈ ખાસ યોજના છુપાયેલી છે? આવા અનેક સવાલો હાલ આ તસવીરને જોઈને ઉઠી રહ્યાં છે. તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો.

પાટીદાર પોલિટિક્સઃ

ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજ હંમેશા એક નિર્ણાયક પરિબળ રહ્યો છે. છેલ્લા દાયકામાં ખાસ કરીને પાટીદાર આંદોલન બાદ સમાજના અનેક યુવા ચહેરાઓ રાજકીય મુખ્ય પ્રવાહમાં આવ્યા અને આજે તેઓ અલગ અલગ રાજકીય પક્ષોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ સહિતના પાટીદાર નેતાઓ એક જ મંચ પર જોવા મળતા રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ફરી એક મંચ પર દેખાયા જૂના સાથીઓઃ

એક સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલ સર્જાઈ હતી. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ગોપાલ ઇટાલિયા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા જેવા યુવા ચહેરાઓએ સમાજમાં પ્રભાવ ઊભો કર્યો હતો. પરંતુ સમય જતાં આ નેતાઓ અલગ અલગ રાજકીય પક્ષોમાં વહેંચાઈ ગયા. કોઈ ભાજપમાં જોડાયું, કોઈ કોંગ્રેસમાં ગયું અને કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયું.

સામાજિક આંદોલનથી શરૂ થઈ આ નેતાઓની રાજકીય કરિયરઃ

ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને AAPના સૌથી જાણીતા ચહેરાઓમાં ગણાય છે. તેઓ સતત ભાજપ સરકાર સામે આક્રમક વલણ રાખતા આવ્યા છે. બીજી તરફ વરુણ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને પાર્ટી સંગઠનમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા સરકાર સામેની લડતમાં લાંબા સમય સુધી પાટીદાર આંદોલનના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાયા અને પછી છેલ્લી ભાજપમાં જઈને બેસી ગયાં.

CM બનતાની સાથે જ વિજયે લીધાં 3 મોટા નિર્ણય: થલાપતિની જાહેરાતની સાથે જ તમિલનાડુમાં મચ્યો તરખાટ

આ તમામ નેતાઓનું એક મંચ પર આવવું માત્ર સામાજિક કાર્યક્રમનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ મોટો રાજકીય સંદેશ છુપાયેલો છે તે અંગે ચર્ચા ચાલી રહી છે. કારણ કે હાલ ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક નેતૃત્વ, પાટીદાર વોટબેંક અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ પોતાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યો છે.

ભાજપ માટે પાટીદાર સમાજ પરંપરાગત રીતે મજબૂત આધાર રહ્યો છે, પરંતુ પાટીદાર આંદોલન બાદ સમાજમાં એક વર્ગમાં અસંતોષ પણ ઉભો થયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ અસંતોષને રાજકીય સમીકરણમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે ફરીથી પાટીદાર સમાજમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ તેજ કરી છે.

તમિલનાડુમાં શપથવિધિ દરમિયાન બની વિચિત્ર ઘટના: વિજય મંચ પરથી એવું તો શું બોલવા લાગ્યા કે રાજ્યપાલે તાત્કાલિક તેમને રોકવા પડ્યાં?

રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં પાટીદાર નેતાઓ હવે માત્ર અનામતના મુદ્દા સુધી સીમિત રહ્યા નથી. હવે તેઓ રાજ્યની મુખ્ય રાજનીતિમાં પોતાની અલગ જગ્યા બનાવવા માંગે છે. યુવા મતદારો, સામાજિક પ્રભાવ અને સોશિયલ મીડિયા પરની મજબૂત હાજરીને કારણે આ નેતાઓની અસર હજુ પણ નોંધપાત્ર માનવામાં આવે છે.

આ તસવીર માત્ર એક ફોટો નથી, પરંતુ ગુજરાતની બદલાતી રાજકીય હકીકતનું પ્રતીક બની રહી છે. અલગ અલગ પક્ષોમાં રહેલા પાટીદાર નેતાઓ જ્યારે એક મંચ પર દેખાય છે ત્યારે તે સંદેશ સ્પષ્ટ આપે છે કે સમાજની અંદરની રાજકીય એકતા અને સામાજિક જોડાણ હજુ પણ મહત્વનું પરિબળ છે. આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર ફરી કેટલું અસરકારક સાબિત થશે અને આ યુવા નેતાઓ કઈ દિશામાં આગળ વધશે, તેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now