Home National C Joseph Vijay Tamilaga Vettri Kazhagam Tamilnadu Cm Oath

તમિલનાડુમાં શપથવિધિ દરમિયાન બની વિચિત્ર ઘટના : વિજય મંચ પરથી એવું તો શું બોલવા લાગ્યા કે રાજ્યપાલે તાત્કાલિક તેમને રોકવા પડ્યાં?

vijay oath
Published by: Vishal Dave
Last Updated: May 10, 2026, 05:27 AM IST

60 વર્ષ બાદ તમિલનાડુમાં બિન-દ્રવિડ યુગની શરૂઆત

TVKએ માત્ર બે વર્ષ જૂની પાર્ટી હોવા છતાં બનાવી સરકાર

પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતી રચ્યો ઇતિહાસ

C.Joseph Vijay Tamilaga Vettri Kazhagam tamilnadu cm oath: દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા સી. જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધાં છે. તેમની સાથે આજે તેમના પક્ષના 9 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધાં છે. શપથવિધિ દરમયાન કેવો હતો માહોલ અને કંઈ બાબતોએ ખેંચ્યું સૌનું ધ્યાન તેના પર પણ નજર કરીએ. એ પહેલાં તેમના શરૂથી સફરની વાત પણ કરી લઈએ.

માત્ર બે વર્ષ જૂની તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ રાજ્યની રાજનીતિમાં એવું ભૂકંપ સર્જ્યું કે દાયકાઓથી ચાલતી દ્રવિડ રાજકીય પરંપરા પણ પડકાર સામે આવી ગઈ. પરંતુ આ સફળતા એક દિવસમાં મળી નથી. વિજયે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ આયોજનબદ્ધ રીતે પોતાની રાજકીય જમીન તૈયાર કરી હતી.

વિજયની સફર માત્ર ફિલ્મી લોકપ્રિયતાથી રાજકારણ સુધી પહોંચવાની કહાની નથી, પરંતુ એક એવી વ્યૂહરચનાનું ઉદાહરણ છે જેમાં ચાહકવર્ગને રાજકીય સમર્થનમાં પરિવર્તિત કરવામાં આવ્યો. તેમની રાજકીય એન્ટ્રી પહેલાં જ અનેક સંકેતો જોવા મળતા હતા કે તેઓ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં પ્રવેશી શકે છે.

તમિલનાડુમાં રાજકીય પરિવર્તન: વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. જાણીતા અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK) ના સ્થાપક સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં તેમણે તમિલ ભાષામાં શપથ લીધા હતા, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

શપથ વિધિ દરમિયાનનો પ્રોટોકોલ

શપથ લેતી વખતે એક રસપ્રદ ઘટના બની હતી. વિજયે નિર્ધારિત લખાણ સિવાયની અન્ય બાબતો બોલવાનું શરૂ કરી દીધું. તેઓ મંચ પરથી રીતસર લોકોને સંબોધીને ભાષણ આપવા લાગ્યા, ત્યારે રાજ્યપાલ આર.વી. અર્લેકરે તેમને અટકાવ્યા હતા. રાજ્યપાલે બંધારણીય મર્યાદા જાળવી રાખવા માટે માત્ર આપેલા લખાણ મુજબ જ શપથ વાંચવા સૂચના આપી હતી.

નવું મંત્રીમંડળ

વિજયની સાથે તેમની પાર્ટી TVK ના અન્ય ૯ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. મંત્રીમંડળમાં સામેલ મુખ્ય નામો નીચે મુજબ છે:

એન. આનંદ અને આધવ અર્જુન

ડો. કે.જી. અરુણરાજ અને ડો. ટી.કે. પ્રભુ

કે.એ. સેંગોટ્ટૈયન અને પી. વેંકટરમણન

આર. નિર્મલકુમાર, રાજમોહન અને સેલ્વી એસ. કીર્તના

નોંધપાત્ર બાબત:

વિજયે તેમના પ્રથમ મંત્રીમંડળમાં અત્યારે માત્ર પોતાની જ પાર્ટીના સભ્યોને સ્થાન આપ્યું છે. હાલમાં કોઈપણ સહયોગી પક્ષના ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જે તેમની સરકારની ભવિષ્યની વ્યૂહરચના તરફ સંકેત આપે છે. આ શપથ ગ્રહણ સાથે જ તમિલનાડુમાં 'થલપથી' વિજયના નેતૃત્વમાં એક નવી સરકારનો પ્રારંભ થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now