અવકાશમાંથી ભારતનો એક અનોખો ટાઈમલેપ્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયો હિંદ મહાસાગર પરથી દક્ષિણથી ઉત્તર તરફ ભારતને દર્શાવે છે.
વીડિયો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પરથી ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા દ્વારા કૅપ્ચર કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં ભારતની ભૂગોળીય સૌંદર્યાવલિ, દરિયાકિનારા અને શહેરોની રોશની અવકાશમાંથી સ્પષ્ટ નજરે પડે છે.
અવકાશમાંથી ભારતના આ દૃશ્યો દેશભક્તિ અને ગૌરવની લાગણી જગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.