Home Business Bank Account Close Online Sbi Hdfc Icici Guide Gujarati

SBI, HDFC, Axis Bank એ આ સર્વિસ કરી ઓનલાઈન : હવે વારંવાર બેંક નહીં જવું પડે...!!

Bank Account Close Online
Published by: Viral Patel
Last Updated: May 12, 2026, 02:02 PM IST

Bank Account Close Online: શું તમારી પાસે પણ એવું કોઈ સેવિંગ્સ એકાઉન્ટ છે જેનો તમે ઉપયોગ નથી કરતા અને ખોટી રીતે મિનિમમ બેલેન્સ જાળવવાનું ટેન્શન લઈ રહ્યા છો? જો હા, તો તમારા માટે સારા સમાચાર છે. SBI, ICICI, HDFC અને Axis જેવી મોટી બેંકોએ હવે ખાતું બંધ કરવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દીધી છે.

એટલે કે, હવે તમારે તમારું એકાઉન્ટ બંધ કરાવવા માટે વારંવાર બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ આ કામ કરી શકો છો. અહીં તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજો.

ભારતમાં 4-Day Work Week આવશે? : નવા લેબર કોડને લઈને વધી ચર્ચા

ઓનલાઈન ખાતું બંધ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

જો તમે તમારું ખાતું ઓનલાઈન બંધ કરવા માંગતા હોવ, તો આ સ્ટેપ્સ ફોલો કરો:

  • 1. લોગિન: તમારી બેંકની ઓફિશિયલ નેટ બેંકિંગ વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર લોગિન કરો.

  • 2. સર્વિસ સિલેક્ટ કરો: મેનૂમાં જઈને ‘Service Requests’ અથવા ‘Account Services’ સેક્શન પસંદ કરો.

  • 3. એકાઉન્ટ ક્લોઝર: અહીં તમને ‘Account Closure’ નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો અને ખાતું બંધ કરવાનું કારણ જણાવો.

  • 4. દસ્તાવેજ અપલોડ: જરૂરી દસ્તાવેજો (જેમ કે આઈડી પ્રૂફ અથવા રિક્વેસ્ટ લેટર) ના ફોટા અપલોડ કરો.

  • 5. બેલેન્સ ટ્રાન્સફર: ખાતામાં વધેલું બેલેન્સ બીજા કોઈ ખાતામાં ટ્રાન્સફર કરી લો અથવા ટ્રાન્સફર માટે અન્ય એકાઉન્ટ નંબર આપો.

  • 6. વેરિફિકેશન: તમારા મોબાઈલ પર આવેલા OTP અથવા ઈમેલ વેરિફિકેશન દ્વારા રિક્વેસ્ટ કન્ફર્મ કરો.

  • 7. કન્ફર્મેશન: રિક્વેસ્ટ સબમિટ થતાની સાથે જ તમને કન્ફર્મેશન મેસેજ મળી જશે. થોડા જ દિવસોમાં તમારું ખાતું સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ઈંધણ બચાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ : PM મોદીની અપીલ બાદ 'કાર પુલિંગ' અને જાહેર પરિવહનનો આદેશ

ખાતું બંધ કરતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  • બેંક ખાતું બંધ કરવાનું બટન દબાવતા પહેલા આ 3 બાબતો ચોક્કસ તપાસી લેવી..

  • લેણદેણનો હિસાબ: જો તમારા ખાતામાંથી કોઈ EMI કપાય છે અથવા કોઈ ઓટો-ડેબિટ (જેમ કે વીજળીનું બિલ કે ઈન્સ્યોરન્સ) લિંક છે, તો તેને પહેલા ડી-લિંક કરી લો.

  • ચેકબુક અને ડેબિટ કાર્ડ: કેટલીક બેંકો ઓનલાઈન રિક્વેસ્ટ પછી પણ તમારી પાસે બાકી રહેલી ચેકબુક અને એટીએમ કાર્ડ પરત કરવા માટે બ્રાન્ચમાં બોલાવી શકે છે.

  • સ્ટેટમેન્ટ ડાઉનલોડ: ખાતું બંધ કરતા પહેલા તમારું છેલ્લું બેંક સ્ટેટમેન્ટ જરૂર ડાઉનલોડ કરી લેજો, કારણ કે ખાતું બંધ થયા પછી તમે ઓનલાઈન વિગતો જોઈ શકશો નહીં.

LPG Subsidy New Rule : તમારા મોબાઈલ પર પણ આવ્યો છે આ મેસેજ, 7 દિવસમાં આ કામ નહીં કરો તો નહીં મળે ગેસનો બાટલો

શું કોઈ ચાર્જ લાગશે?

જો ખાતું ખોલાવ્યાને 14 દિવસથી ઓછો સમય થયો હોય, તો તે ફ્રી છે. જો ખાતું 1 વર્ષથી વધુ જૂનું હોય, તો પણ કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ જો તમે 14 દિવસથી 1 વર્ષની વચ્ચે ખાતું બંધ કરો છો, તો બેંક તમારી પાસેથી ક્લોઝર ચાર્જ વસૂલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now