LPG Subsidy Rule: દેશભરમાં અનેક એલપીજી ગેસ ગ્રાહકોને આજકાલ એક નવો SMS મળી રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ ગ્રાહક અથવા તેના પરિવારના સભ્યની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે, તો તેની ગેસ સબસિડી બંધ કરવામાં આવી શકે છે. આ મેસેજ સરકારી ઓઈલ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા મોકલવામાં આવી રહ્યા છે.
મેસેજમાં શું લખ્યું છે?
મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ રેકોર્ડ મુજબ ગ્રાહક અથવા તેના પરિવારની આવક નિર્ધારિત મર્યાદા કરતા વધારે છે. જો ગ્રાહક આ માહિતી સાથે સહમત ન હોય, તો તેણે 7 દિવસની અંદર ફરિયાદ કરવાની રહેશે. જો સમયસર જવાબ આપવામાં નહીં આવે, તો ગેસ સબસિડી કાયમી ધોરણે બંધ થઈ શકે છે.
હજુ 3 દિવસ સુધી ભડકે બળશે ગુજરાત! : IMD એ 3 જિલ્લામાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
સરકાર કેમ કરી રહી છે તપાસ?
સરકારનું માનવું છે કે ગેસ સબસિડી માત્ર જરૂરિયાતમંદ લોકોને જ મળવી જોઈએ. આ કારણોસર હવે ઓઈલ કંપનીઓ ગેસ ગ્રાહકોના ડેટાને ઇન્કમ ટેક્સ વિભાગના રેકોર્ડ સાથે મેચ કરી રહી છે. આનાથી એ જાણી શકાય છે કે કયા લોકો સબસિડી માટે પાત્ર છે અને કયા નથી.
જોકે, આ નિયમ નવો નથી. સરકારે વર્ષ 2015 માં જ સ્પષ્ટ કર્યું હતું કે જેમની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે, તેમને એલપીજી સબસિડી મળશે નહીં. અગાઉ લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવા માટે અપીલ કરવામાં આવતી હતી, પરંતુ હવે તપાસની પદ્ધતિ વધુ કડક બનાવવામાં આવી છે.
વડોદરામાં ડમી સ્કૂલ્સ વિરુદ્ધ મોરચો : DEOને અપાયું આવેદન, કોચિંગ માફિયા પર કાર્યવાહીની માંગ
જો SMS આવ્યો હોય તો શું કરવું?
જો કોઈ ગ્રાહકને આવો મેસેજ મળ્યો હોય અને તેને લાગે કે આ માહિતી ખોટી છે, તો તે તાત્કાલિક ફરિયાદ કરી શકે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર 1800-2333-555 પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત સંબંધિત ઓઈલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
સબસિડી બંધ થયા પછી શું થશે?
જો કોઈની સબસિડી બંધ થાય છે, તો પણ તેને ગેસ સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે. પરંતુ, ગ્રાહકે સિલિન્ડર બજાર કિંમતે (Market Price) ખરીદવો પડશે અને બેંક ખાતામાં સબસિડીની રકમ જમા થશે નહીં.





