Home Business Virat Kohli One8 Shoes Launch Business Agilitas Puma

માત્ર 24 કલાક અને 140 કરોડનો જંગી બિઝનેસ! : પૂમાની 300 કરોડની ઓફર ઠુકરાવીને વિરાટે ઊભું કર્યું નવું સામ્રાજ્ય

Virat Kohli
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 26, 2026, 10:07 AM IST

Virat Kohli : વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર કેટલા મોટા લીજેન્ડ છે તે તો બધા જાણે જ છે, પરંતુ હવે તેમનો માસ્ટર ક્લાસ બિઝનેસની દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં લોન્ચ થયેલી તેમની 'One8' બ્રાન્ડના શૂઝ બજારમાં માત્ર ચાલી નથી રહ્યા, પરંતુ તે હુસેન બોલ્ટની ઝડપે દોડી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લોન્ચિંગના માત્ર 24 કલાકમાં જ 1,50,000 શૂઝ વેચાઈ ગયા છે.

24 કલાકના બિઝનેસનું ગણિત

આ બ્રાન્ડના એક શૂઝની શરૂઆતી કિંમત 9,230 રૂપિયા છે. જો આપણે 24 કલાકના બિઝનેસ માટે શરૂઆતી કિંમતે ગણતરી કરીએ, તો એ હિસાબે 1,50,000 (વેચાયેલી જોડી) ગુણ્યા 9,230 (શરૂઆતી કિંમત) બરાબર 1,38,45,00,000 રૂપિયા થાય છે. એટલે કે માત્ર એક જ દિવસમાં અંદાજે 140 કરોડ રૂપિયાનો મોટો બિઝનેસ થયો છે. વિરાટના ટેસ્ટ ક્રિકેટના રનની જેમ જ આ જંગી આંકડો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ટેસ્ટ કરિયર અને કિંમતનું કનેક્શન

વિરાટ કોહલીની બ્રાન્ડના શૂઝની એક જોડીની શરૂઆતી કિંમત 9,230 રૂપિયા રાખવામાં આવી છે. વિરાટે તેના ટેસ્ટ ક્રિકેટ રન ટેલીનું પ્રતિનિધિત્વ કરતાં આંકડાના આધારે આ શૂઝની કિંમત નક્કી કરી છે, જે તેના ફેન્સ માટે પણ ખૂબ જ ખાસ વાત છે.

આ પણ ખાસ વાંચો : 8મા પગાર પંચ પર મોટી અપડેટ : પગાર વધારામાં થશે વિલંબ, પણ જુલાઈમાં કર્મચારીઓને મળશે આ મોટી ભેટ?

વિરાટ માત્ર નામ નથી પણ એક બ્રાન્ડ છે

વિરાટ કોહલી જેટલા મોટા ખેલાડી છે, તેટલી જ મોટી તેમની પર્સનલ બ્રાન્ડ વેલ્યુ છે. તેમની અદભુત ફિટનેસના કારણે દુનિયાની મોટી મોટી કંપનીઓ તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર રહે છે. સ્પોર્ટ્સ શૂઝ બનાવતી પ્રખ્યાત જર્મન કંપની 'Puma' પણ તેમાંથી એક છે. વર્ષ 2017માં વિરાટે પૂમા સાથે અંદાજે 110 કરોડ રૂપિયાની ડીલ કરી હતી અને તે ભારતમાં કંપનીનો સૌથી મોટો ચહેરો બન્યો હતો.

પૂમા સાથેની જૂની પાર્ટનરશીપ

આ ડીલની ખાસ વાત એ હતી કે વિરાટ માત્ર કંપનીનો ચહેરો જ નહોતો બન્યો, પરંતુ તેણે પાર્ટનરશીપમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. Puma One8ના નામે શૂઝથી લઈને કપડાં સુધીની આખી રેન્જ લોન્ચ કરવામાં આવી હતી, જેનાથી પૂમાએ 250 કરોડ રૂપિયાનો મોટો બિઝનેસ કર્યો હતો.

પૂમાની 300 કરોડની ઓફર કેમ ઠુકરાવી?

જ્યારે નવી ડીલ કરવાનો સમય આવ્યો, ત્યારે અહેવાલો અનુસાર પૂમાએ વિરાટ કોહલીને અધધ 300 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ વિરાટે આ મોટી ઓફર ઠુકરાવી દીધી હતી. વિરાટ કોહલી હવે પૂમાનો સાથ છોડીને આ જ નવી બ્રાન્ડનો મુખ્ય ચહેરો બન્યો છે. આ બિઝનેસમાં તેનો સાથ આપવા માટે પૂમાના પૂર્વ MDની પાર્ટનરશીપની ખબરો પણ સામે આવી રહી છે.

આ પણ ખાસ વાંચો : AI ક્ષેત્રમાં ભારતનું મોટું પગલું! : અમેરિકા સહિત 35 દેશોના વૈશ્વિક અભિયાનમાં થયું સામેલ

કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટી

ક્રિકેટર વિરાટ કોહલી ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટીની લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા જોનાસ ત્રીજા સ્થાને છે. રિપોર્ટ્સ અનુસાર, દેશની 25 સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી પર રિસર્ચ થયું છે, જેમાં ટોપ 10માં 3 ક્રિકેટર અને 7 ફિલ્મી સેલિબ્રિટી સામેલ છે.

ભારતના ટોપ-10 વેલ્યુએબલ સેલિબ્રિટીઝ

  • વિરાટ કોહલી (ક્રિકેટર)

  • શાહરૂખ ખાન (અભિનેતા)

  • પ્રિયંકા ચોપરા (અભિનેત્રી)

  • મહેન્દ્ર સિંહ ધોની (ક્રિકેટર)

  • રણવીર સિંહ (અભિનેતા)

  • અક્ષય કુમાર (અભિનેતા)

  • અમિતાભ બચ્ચન (અભિનેતા)

  • સચિન તેંડુલકર (Ref. ક્રિકેટર)

  • આલિયા ભટ્ટ (અભિનેત્રી)

  • અલ્લુ અર્જુન (અભિનેતા)

કેવી રીતે નક્કી થાય છે બ્રાન્ડ વેલ્યુ?

આ અભ્યાસમાં બ્રાન્ડ વેલ્યુ નક્કી કરવા માટે સેલિબ્રિટીઝની કમાણી, ફોલોઅર્સ કે બોક્સ ઓફિસ પરની સફળતા ઉપરાંત અન્ય ઘણી બાબતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આમાં બ્રાન્ડની તાકાત નક્કી કરતાં પાસાઓ જેવા કે વિશિષ્ટતા, તાલમેલ, જોડાણ, વિશ્વાસ, આત્મીયતા અને જવાબદારી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જે મળીને તેમની અંતિમ બ્રાન્ડ વેલ્યુ નક્કી કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now