Home Entertainment Virat Kohli Karan Aujla Dance One8 Brand Launch Delhi

વિરાટ કોહલીએ કરણ ઔજલાના ગીત પર કર્યો ડાન્સ : ‘One8’ બ્રાન્ડ લોન્ચ

Virat Kohli launched the 'One8' brand, dances with Aujla
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 22, 2026, 09:01 AM IST

મેચ પહેલા કરણ ઔજલાનું ગીત સાંભળે છે વિરાટ, દિલ્હીની ભવ્ય ઇવેન્ટમાં 5,000 લોકો રહ્યા હાજર

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે રાત્રે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પોતાની સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'One8' ને નવા અંદાજમાં લોન્ચ કરી છે. આ ગ્લોબલ પ્રીમિયર ઇવેન્ટમાં પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર કરણ ઔજલાએ ખાસ હાજરી આપી હતી અને સ્ટેજ પર વિરાટ કોહલી સાથે જુગલબંધી કરી હતી.

સ્ટેજ પર વિરાટ અને કરણ ઔજલાના ડાન્સ સ્ટેપ્સ

કાર્યક્રમ દરમિયાન કરણ ઔજલાએ પોતાના શાનદાર ગીતો ગાઈને માહોલ જમાવ્યો હતો. તેણે વિરાટ કોહલી માટે પોતાનું સુપરહિટ સોંગ 'વિનિંગ સ્પીચ' પણ ગાયું હતું. આ ગીત વાગતા જ વિરાટ કોહલી પોતાને રોકી શક્યો નહીં અને તેણે ગીતની પ્રખ્યાત લાઇન 'ઔજલા દે કન્ના વિચ નટ્ટિયાં' પર કરણ ઔજલા સાથે જોરદાર ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. ડાન્સ કર્યા બાદ વિરાટ સ્ટેજ પર જ આરામથી બેસીને કરણના ગીતોની મજા માણતો જોવા મળ્યો હતો.

મેચ રમતા પહેલા 'વિનિંગ સ્પીચ' સાંભળું છું: વિરાટ કોહલી

ઇવેન્ટ દરમિયાન વિરાટ કોહલીએ કરણ ઔજલા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરતા કહ્યું કે, "હું કરણ ઔજલાનો ખૂબ મોટો ફેન છું. તમે દિલથી ગીતો લખો છો અને આ વાત તમારા ગીતોમાં સ્પષ્ટ દેખાય છે. 'વિનિંગ સ્પીચ' એક એવું ગીત છે જેની સાથે હું સૌથી વધુ કનેક્ટ થઈ શકું છું. આ ગીત તમારા જીવનની સફર દર્શાવે છે અને મને તેમાં મારી પોતાની સફરની પણ સમાનતાઓ દેખાય છે. મેદાન પર મેચ રમવા જતા પહેલા પણ મેં આ ગીત ઘણી વખત સાંભળ્યું છે."

આ પણ વાંચો: અંશુલા કપૂરના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ | કપૂર પરિવારમાં સેલિબ્રેશન | Offbeat Stories

પ્રાઇવેટ જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા બંને સ્ટાર્સ

આ ખાસ ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિરાટ કોહલી અને કરણ ઔજલા એકસાથે પ્રાઇવેટ જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી બંનેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ બંને સીધા એક્સ્પો સેન્ટર ગયા હતા, જ્યાં વિરાટે પોતાની ટીમ અને સ્ટાફ સાથે બ્રાન્ડના ભવિષ્યના પ્લાનિંગ વિશે ચર્ચા કરી હતી. આ લોન્ચિંગ ઇવેન્ટમાં અંદાજે 5,00,000 લોકો સામેલ થયા હતા.

શું છે વિરાટ કોહલીની 'One8' બ્રાન્ડ?

'One8' એ વિરાટ કોહલીની સ્પોર્ટ્સ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે, જેની શરૂઆત વર્ષ 2017 માં થઈ હતી. વિરાટ કોહલીની જર્સીનો નંબર 18 હોવાથી આ બ્રાન્ડનું નામ 'One8' રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં આ બ્રાન્ડે ગ્લોબલ સ્પોર્ટ્સવેર કંપની પૂમા (Puma) સાથે ભાગીદારી કરીને પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ હેઠળ શૂઝ, ટી-શર્ટ, જેકેટ્સ, ટ્રેક પેન્ટ્સ અને અન્ય એક્ટિવવેર પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ફિટનેસ અને સ્પોર્ટ્સ પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now