Home Automobile Bajaj Pulsar Ns400z Launch Price Features Booking Gujarati

બજાજની સૌથી પાવરફૂલ બાઇક Pulsar NS400Z ગુજરાતમાં લોન્ચ : માત્ર ₹5000 માં બુકિંગ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ

Bajaj Pulsar NS400Z
Image Credit: Bajaj
Published by: Aryan Shah
Last Updated: May 08, 2026, 07:43 AM IST

Bajaj Pulsar NS400Z : ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં 'Pulsar' એક એવું નામ છે જેણે દાયકાઓથી યુવાનોના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. હવે બજાજ ઓટોએ આ વારસાને એક ડગલું આગળ વધારતા પોતાની અત્યાર સુધીની સૌથી પાવરફૂલ બાઇક Bajaj Pulsar NS400Z સત્તાવાર રીતે ગુજરાતમાં લોન્ચ કરી છે. આ બાઇક માત્ર લુકમાં જ આક્રમક નથી, પરંતુ તેમાં એવી ટેક્નોલોજી અને પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે અત્યાર સુધી માત્ર મોંઘી પ્રીમિયમ બાઇક્સમાં જ જોવા મળતો હતો. ગુજરાતના મુખ્ય શહેરોમાં તેનું આગમન થતાં જ બુકિંગનો ધસારો જોવા મળી રહ્યો છે.

પલ્સર બ્રાન્ડ માટે સૌથી મોટું અપગ્રેડ

Pulsar NS400Z એ કંપનીની NS (Naked Sports) સિરીઝનું ફ્લેગશિપ મોડલ છે. વર્ષોથી પલ્સરના ચાહકો એક એવી બાઇકની રાહ જોતાં હતા, જે 400cc સેગમેન્ટમાં હોય. આ બાઇકની ડિઝાઇનને ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં આગળની તરફ આક્રમક LED હેડલેમ્પ, મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક અને સ્પોર્ટી સ્પ્લિટ સીટ્સ આપવામાં આવી છે જે તેને રસ્તા પર એક અલગ જ ઓળખ આપે છે. આ બાઈક બાઇક ખાસ એવા રાઇડર્સ માટે છે જેમને પાવરફુલ પરફોર્મન્સની સાથે 'સ્ટ્રીટફાઇટર' લુક પસંદ છે.

373cc એન્જિનનું જબરદસ્ત પાવર

એન્જિનની વાત કરીએ તો, Pulsar NS400Z માં 373cc નું સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન વાપરવામાં આવ્યું છે. આ એન્જિન 8,800RPM પર 40PS નો મહત્તમ પાવર અને 35Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એ જ એન્જિન છે જે ડોમિનાર 400 માં જોવા મળે છે, પરંતુ પલ્સર માટે તેને વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે. આ બાઇક 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે અને તેમાં 'આસિસ્ટ અને સ્લિપર ક્લચ' ની સુવિધા પણ છે, જેનાથી તમે સ્પીડમાં ગિયર બદલો ત્યારે પણ બાઇકનું સંતુલન જળવાઈ રહે છે.

પ્રીમિયમ ફીચર્સ અને મોડર્ન ટેક્નોલોજી

બજાજે આ વખતે ફીચર્સમાં કોઈ કચાસ બાકી રાખી નથી. બાઇકમાં નવું કલર LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે જે બ્લૂટૂથ દ્વારા તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. આનાથી તમે તમારી સ્ક્રીન પર જ કોલ/SMS એલર્ટ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જોઈ શકો છો. આ સિવાય, રાઇડરની સુરક્ષા અને સુવિધા માટે ચાર અલગ-અલગ રાઇડિંગ મોડ્સ (Road, Rain, Sport, Off-road) અને સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે, જે આ કિંમતની બાઇકમાં મળવું ખૂબ મોટી વાત છે.

એન્ટ્રી-લેવલ સ્પોર્ટ્સ બાઇકથી અપગ્રેડ થવું છે?: ભારતમાં 400cc સુધીની આ બાઇક્સ આપે છે દમદાર પાવર અને મસ્ક્યુલર લુક!

કિંમત, બુકિંગ અને ગુજરાતમાં ઉપલબ્ધતા

કિંમતના મામલે બજાજે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. Pulsar NS400Z ની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹1.85 લાખ થી શરૂ થાય છે, જે તેના હરીફો કરતાં ઘણી ઓછી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં અધિકૃત ડીલરશિપ પર બુકિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગ્રાહકો માત્ર ₹5,000 ની ટોકન રકમ આપીને આ પાવરફુલ મશીનને બુક કરાવી શકે છે. કંપની દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં ટેસ્ટ રાઇડ અને ડિલિવરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી: સ્પોર્ટ્સ બાઈક્સના શોખીનોમાં વધ્યો ક્રેઝ, જુઓ સંપૂર્ણ પ્રાઇસ લિસ્ટ

કોની સાથે થશે સીધી સ્પર્ધા?

ભારતીય બજારમાં 400cc સેગમેન્ટમાં અત્યારે ભારે સ્પર્ધા છે. Pulsar NS400Z નો સીધો મુકાબલો KTM Duke 390, Triumph Speed 400, અને TVS Apache RTR 310 જેવી બાઇક્સ સાથે છે. જોકે, આ તમામ બાઇક્સની કિંમત પલ્સર કરતાં ઘણી વધારે છે. પલ્સરની સૌથી મોટી તાકાત તેની પરવડે તેવી કિંમત અને બજાજનું મોટું સર્વિસ નેટવર્ક છે. જે લોકો ₹2 લાખની આસપાસ એક પાવરફુલ સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ બાઇક એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now