Sports Bike : ભારતીય માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્પોર્ટ્સ બાઇક્સનો ક્રેઝ ખૂબ વધ્યો છે. મોટાભાગના યુવાનો Yamaha R15 કે MT-15 જેવી એન્ટ્રી-લેવલ બાઇકથી શરૂઆત કરે છે. પરંતુ થોડા સમય પછી જ્યારે વધુ સ્પીડ અને હાઇવે પર સારા પરફોર્મન્સની જરૂર પડે ત્યારે બાઇક અપગ્રેડ કરવી જરૂરી બને છે. સદભાગ્યે હવે માર્કેટમાં એવા ઘણા ઓપ્શન છે, જે તમારા ખિસ્સા પર વધુ બોજ નાખ્યા વગર તમને 400cc સુધીનો પાવર આપી શકે છે.
Bajaj Pulsar NS400Z : પાવર અને કિંમતનું કોમ્બિનેશન
બજાજ પલ્સર NS400Z એ અત્યારે માર્કેટમાં સૌથી મોટો ધમાકો છે. આ બાઇકમાં 373cc નું લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જે ડોમિનાર 400 માંથી લેવામાં આવ્યું છે. તે 39.4hp નો પાવર આપે છે જે હાઇવે રાઇડિંગ માટે ખૂબ જ સારો છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત તેની કિંમત છે જે માત્ર 1.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં રાઇડ-બાય-વાયર ટેકનોલોજી અને ટ્રેક્શન કંટ્રોલ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ મળે છે જે તેને આ કિંમતે બેસ્ટ બનાવે છે.
TVS Apache RTR 310 : ટેકનોલોજીથી ભરપૂર સ્પોર્ટ્સ બાઇક
TVS એ તેની અપાચે સિરીઝમાં RTR 310 દ્વારા એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ બાઇકનો લુક અત્યંત આક્રમક છે અને તે રોડ પર બધાનું ધ્યાન ખેંચે છે. તેમાં 312.12cc નું એન્જિન છે જે 35hp નો પાવર જનરેટ કરે છે. આ બાઇકની ખાસ વાત તેમાં મળતા ફીચર્સ છે જેમ કે ક્રૂઝ કંટ્રોલ, ક્વિકશિફ્ટર અને કુલિંગ સીટ્સ જેવા ફીચર્સ સામાન્ય રીતે મોંઘી બાઇક્સમાં જોવા મળે છે. 2.43 લાખની કિંમતે આ એક ફ્યુચરિસ્ટિક બાઇક છે.
KTM 390 Duke : સ્પીડના શોખીનો માટે પરફેક્ટ
જો તમને રફ અને ટફ સ્પીડ ગમે છે, તો KTM 390 Duke તમારા માટે છે. નવી 390 Duke માં પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે જે 41.5hp નો પાવર આપે છે. તેનું હલકું વજન અને દમદાર ટોર્ક તેને ટ્રાફિક અને હાઇવે બંને પર ચલાવવામાં મજા આપે છે. તેમાં એડજસ્ટેબલ સસ્પેન્શન અને શાનદાર TFT ડિસ્પ્લે મળે છે. 2.77 લાખની કિંમતે આ બાઇક તેના પરફોર્મન્સથી તમને ક્યારેય નિરાશ નહીં કરે.
Kawasaki Ninja 300 : પેરેલલ-ટ્વીન એન્જિનનો રોમાંચ
નિન્જા 300 એ ભારતમાં સૌથી લાંબા સમયથી ચાલી આવતી અને લોકપ્રિય સ્પોર્ટ્સ બાઇક છે. તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનું પેરેલલ-ટ્વીન એન્જિન છે, જે ખૂબ જ સ્મૂધ પરફોર્મન્સ આપે છે. સિંગલ સિલિન્ડર બાઇક કરતાં આમાં વાઇબ્રેશન ખૂબ ઓછા આવે છે. 3.17 લાખની કિંમતે આ બાઇક તમને પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇક ચલાવતા હોવાનો અહેસાસ કરાવે છે. જે લોકોને લાંબા અંતરની મુસાફરી કરવી છે તેમના માટે આ આરામદાયક છે.
Yamaha R3 : જાપાનીઝ એન્જિનિયરિંગનો નમૂનો
Yamaha R3 હંમેશા રાઇડર્સની ફેવરિટ રહી છે પરંતુ તેની કિંમત પહેલા વધુ હતી. હવે ટેક્સના નવા માળખાને કારણે તેની કિંમત ઘટીને 3.39 લાખ થઈ ગઈ છે. તેમાં 321cc નું લિક્વિડ કૂલ્ડ પેરેલલ-ટ્વીન એન્જિન છે જે 42hp પાવર સાથે ખૂબ જ રિફાઈન્ડ એક્સપિરિયન્સ આપે છે. તેનો ટ્રેક-ઓરિએન્ટેડ લુક અને ચલાવવામાં જે સરળતા છે, તે તેને ખાસ બનાવે છે. જો તમે એક ભરોસાપાત્ર અને લાંબો સમય સાથ આપે તેવી બાઇક શોધી રહ્યા છો તો Yamaha R3 શ્રેષ્ઠ છે.





