Home Automobile Bajaj Pulsar Tvs Apache Sales Growth February 2026 Price

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી : સ્પોર્ટ્સ બાઈક્સના શોખીનોમાં વધ્યો ક્રેઝ, જુઓ સંપૂર્ણ પ્રાઇસ લિસ્ટ

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 07:30 PM IST

દેશના ટુ વ્હીલર માર્કેટમાં પાવરફુલ એન્જિન ધરાવતી મોટરસાઇકલ પ્રત્યે યુવાનોનો આકર્ષણ સતત વધી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ Bajaj Pulsar અને TVS Apache જેવી જાણીતી બ્રાન્ડ્સના વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. ફેબ્રુઆરી 2026ના ડેટા દર્શાવે છે કે આ બંને બાઈક્સની માગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન Bajaj Pulsarની કુલ 1,11,617 યુનિટ્સનું વેચાણ થયું છે જ્યારે TVS Apacheની 45,166 યુનિટ્સ વેચાઈ છે. ટોપ 10 સૌથી વધુ વેચાતી બાઈક્સની યાદીમાં પલ્સર પાંચમા ક્રમે અને અપાચે આઠમા સ્થાને રહી છે.

વેચાણના આંકડાઓમાં સૌથી આશ્ચર્યજનક બાબત વાર્ષિક વૃદ્ધિ છે. ગત વર્ષની સરખામણીએ પલ્સરના વેચાણમાં 27 ટકા અને અપાચેના વેચાણમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોલેજ જતા વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેશનલ રાઈડર્સ સુધી આ બંને શ્રેણીની બાઈક્સ અત્યંત લોકપ્રિય બની છે. કંપનીઓ પણ ગ્રાહકોની રુચિને ધ્યાનમાં રાખીને 125 CCથી લઈને 400 CC સુધીના સેગમેન્ટમાં સતત નવા અપડેટ્સ લાવી રહી છે.

Bajaj Pulsarના વિવિધ મોડેલ્સની અંદાજિત કિંમતો:

  • Bajaj Pulsar 125ની કિંમત 90,028 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar NS 125ની કિંમત 92,760 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar N125ની કિંમત 92,270 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar 150ની કિંમત 1,10,194 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar N160ની કિંમત 1,13,133 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar NS160ની કિંમત 1,21,109 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar NS200ની કિંમત 1,32,962 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar RS200ની કિંમત 1,72,286 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar 220 Fની કિંમત 1,29,422 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar N250ની કિંમત 1,34,402 રૂપિયાથી શરૂ

  • Bajaj Pulsar NS400Zની કિંમત 1,93,900 રૂપિયાથી શરૂ

    TVS Apacheના વિવિધ મોડેલ્સની અંદાજિત કિંમતો:

  • TVS Apache RTR 160ની કિંમત 1,12,190 રૂપિયાથી શરૂ

  • TVS Apache RTR 160 4Vની કિંમત 1,15,852 રૂપિયાથી શરૂ

  • TVS Apache RTR 180ની કિંમત 1,25,590 રૂપિયાથી શરૂ

  • TVS Apache RTR 200 4Vની કિંમત 1,41,990 રૂપિયાથી શરૂ

  • TVS Apache RTX 300ની કિંમત 1,99,000 રૂપિયાથી શરૂ

  • TVS Apache RTR 310ની કિંમત 2,22,740 રૂપિયાથી શરૂ

  • TVS Apache RR 310ની કિંમત 2,57,740 રૂપિયાથી શરૂ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો: Hector અને Windsor EVએ પણ મચાવી ધૂમ

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!: સ્ટાઇલિશ લુક અને ફીચર્સ જાણીને તમને થશે આશ્ચર્ય!

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!: એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?: જાણો કઈ કારમાં છે પ્રીમિયમ ફીચર્સ અને દમદાર એન્જિન

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?