Electric vehicle : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્રાંતિ ઝડપથી આગળ વધી રહી છે. ગ્રાહકો હવે માત્ર કારની લંબાઈ કે લુક જ નથી જોતાં, પરંતુ તેની બેટરી ટેકનોલોજી અને ચાર્જિંગ સ્પીડ પર પણ ખાસ ધ્યાન આપે છે. લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગમાં જતો સમય હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. જાણો Tata, MG અને Mahindra ની ત્રણ મુખ્ય ઇલેક્ટ્રિક SUV ની સરખામણી અને જાણીશું કે કઈ ગાડી તમારો કિંમતી સમય બચાવશે.
ટાટા કર્વ EV : ચાર્જિંગ સ્પીડની નવી વ્યાખ્યા
Tata Curvv EV અત્યારે ભારતીય બજારમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કાર છે. તેનું સૌથી મોટું પાસું તેની ચાર્જિંગ સ્પીડ છે. કંપનીએ આમાં 55kWh ની લિક્વિડ-કૂલ્ડ બેટરી આપી છે જે પરફોર્મન્સ અને સ્પીડ બંનેમાં શાનદાર છે. જો તમે ઘરે કે ઓફિસમાં લાગેલા 7.2kW AC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો આ ગાડી માત્ર 6.5 કલાકમાં શૂન્યથી સો ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ સ્પીડ મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં સૌથી વધુ માનવામાં આવે છે. વધુમાં, ટાટા તેની આ કાર સાથે 7.2kW નું ચાર્જર ગ્રાહકોને ફ્રીમાં આપી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને અલગથી મોટો ખર્ચ કરવો પડતો નથી. તેની રેન્જ અને પ્રાઇસ પોઇન્ટ પણ મધ્યમ વર્ગને આકર્ષી રહ્યા છે.
એમજી વિન્ડસર EV : આધુનિક ટેકનોલોજી અને સસ્તો વિકલ્પ
MG Windsor EV એ તેની બેટરી સબ્સ્ક્રિપ્શન સ્કીમ (BaaS) થી માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. આ કારમાં 38kWh અને 52.9kWh ના બે અલગ-અલગ બેટરી પેક ઉપલબ્ધ છે. નાની બેટરીવાળા મોડલની વાત કરીએ તો, તેને 10 ટકાથી 100 ટકા ચાર્જ કરવામાં લગભગ 7 કલાક જેટલો સમય લાગે છે. આ કારની ખાસિયત એ છે કે, તેનો ઉપયોગ કરવા માટે તમારે બેટરીની પૂરેપૂરી કિંમત ચૂકવવાની જરૂર નથી, તમે કિલોમીટર પ્રમાણે ભાડું આપી શકો છો. જોકે, ચાર્જિંગ સમયની બાબતમાં તે ટાટા કર્વ કરતાં થોડી પાછળ છે, પરંતુ અંદરની કેબિન સ્પેસ અને લક્ઝરી ફીચર્સની બાબતમાં તે ઘણી મજબૂત સાબિત થાય છે.
મારુતિની કાર ખરીદવાની સુવર્ણ તક: Invicto અને Fronx સહિતની નેક્સા કાર પર મળી રહ્યું છે ₹2.15 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
એમજી ઝેડએસ EV : અનુભવી અને ભરોસાપાત્ર કાર
MG ZS EV લાંબા સમયથી ભારતની રસ્તાઓ પર સફળતાપૂર્વક દોડી રહી છે. તેમાં 50.3kWh ની દમદાર બેટરી છે. આ કારને 7.4kW ના AC ચાર્જરની મદદથી ફુલ ચાર્જ થવામાં લગભગ 8.5 થી 9 કલાક જેટલો સમય લાગે છે. ભલે તેને ચાર્જ થવામાં અન્ય ગાડીઓ કરતાં વધુ સમય લાગે, પરંતુ તેનું પાવર આઉટપુટ અને બિલ્ડ ક્વોલિટી ઘણી પ્રીમિયમ છે. જે ગ્રાહકોને એક સુરક્ષિત અને ટેસ્ટેડ ઇલેક્ટ્રિક કાર જોઈએ છે, તેમના માટે MG ZS EV હજુ પણ એક ઉત્તમ ઓપ્શન છે. તેની કિંમત અને ફીચર્સ વચ્ચે સારું સંતુલન જોવા મળે છે.
Tata Sierra EV: ટાટાની આ આઇકોનિક કાર હવે ઇલેક્ટ્રિક અવતારમાં આવશે, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 600 કિમી
મહિન્દ્રા BE6 : પાવરફુલ બેટરી પણ ધીમી ચાર્જિંગ
મહિન્દ્રાએ તેની નવી ઇલેક્ટ્રિક સિરીઝમાં BE6 ને લોન્ચ કરી છે, જે લુકમાં ખૂબ જ આક્રમક છે. આ ગાડીમાં 59kWh અને 79kWh જેવી મોટી બેટરીના ઓપ્શન આપવામાં આવ્યા છે. મોટી બેટરી હોવાને કારણે તેને ચાર્જ થવામાં પણ વધુ સમય લાગે છે. રિપોર્ટ્સ મુજબ, 59kWh વાળી બેટરીને 7.2kW AC ચાર્જરથી ચાર્જ કરવામાં 8.7 કલાકથી વધુ સમય લાગે છે. આ જ કારણ છે કે ચાર્જિંગ સ્પીડના મામલે આ લિસ્ટમાં તે સૌથી છેલ્લે આવે છે. જોકે, જે લોકોને વધુ પાવર અને લાંબી રેન્જ જોઈતી હોય, તે લોકો આ ગાડી પસંદ કરી રહ્યા છે.





