I.N.D.I.A બ્લોકના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે સોનિયા ગાંધી, સપા નેતા રામગોપાલ યાદવ, શિવસેના (UBT) નેતા સંજય રાઉત સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
સૂત્રો અનુસાર, સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં પોતાની ઉમેદવારી નોંધાવી . આ સેટમાં 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકો સામેલ રહ્યા હતા. બી. સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારીપત્ર ભરતા પહેલા સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ X ના રોજ નામાંકનનું સમયપત્રક શેર કર્યું. વિપક્ષી ભારત ગઠબંધનના તમામ નેતાઓ સવારે 11 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં ભેગા થશે. આ પછી, તેઓ સામૂહિક રીતે રાજ્યસભાના મહાસચિવ અને આ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર પીસી મોદીના કાર્યાલયમાં જશે અને તેમના ઉમેદવારી નોંધાવશે.
સીપી રાધાકૃષ્ણ ગઈ કાલે નોંધાવી હતી ઉમેદવારી
NDAના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ગઈ કાલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત એનડીએ સહિત અન્ય સાંસદો તેમની સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવતી વખતે PM મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા હતા.