Home Sports IPL 2026 Axar Patel Match Fixing Viral Video Truth Ipl 2026

શું અક્ષરે જાણી જોઈને છોડ્યો હતો કેચ? : ચાહકો લગાવી રહ્યાં છે મેચ ફિક્સિંગના ગંભીર આરોપ, મુશ્કેલીમાં મુકાયો DC નો કેપ્ટન

Axar Patel
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: May 12, 2026, 11:26 AM IST

Axar Patel accused of match fixing : IPL 2026 ની સિઝન અત્યારે તેના ચરમસીમા પર છે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી 55 મી મેચમાં દિલ્હીએ 3 વિકેટથી રોમાંચક જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાની જાતને જીવંત રાખી છે. પરંતુ, આ જીતના ઉત્સાહ વચ્ચે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ એક અણધાર્યા વિવાદમાં ફસાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં અક્ષર પટેલ પર મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લાગી રહ્યા છે. જાણો આ ઘટનાની પાછળનું ટેકનિકલ કારણ અને વાસ્તવિકતાની સંપૂર્ણ માહિતી.

સોશિયલ મીડિયા પરનો હોબાળો અને આરોપો

મેચ દરમિયાન પંજાબ કિંગ્સની બેટિંગ ચાલી રહી હતી ત્યારે અક્ષર પટેલનો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બોલ હવામાં છે અને અક્ષર પટેલ તેની નીચે હોવા છતાં કેચ પકડવાનો કોઈ પણ પ્રયાસ કરતો નથી. તેઓ બોલને માત્ર જોતાં ઉભા રહે છે. આ દ્રશ્ય જોઈને ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળ્યો હતો. ટ્વિટર (X) અને ફેસબુક પર યુઝર્સે તેને "ફિક્સિંગ" ગણાવીને અક્ષર પટેલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા કે એક ઇન્ટરનેશનલ ખેલાડી આટલો સરળ કેચ કેમ છોડી શકે?

શું છે કેચ છોડવા પાછળનું ટેકનિકલ સત્ય?

આ વિવાદ પાછળનું અસલી કારણ ક્રિકેટના નિયમોમાં છુપાયેલું છે. હકીકતમાં, જે બોલ પર અક્ષર પટેલે કેચ છોડ્યો હતો તે "ફ્રી હિટ" બોલ હતો. દિલ્હીના બોલર આકિબ નબી ડારે અગાઉનો બોલ નો-બોલ ફેંક્યો હતો, જેના કારણે બેટ્સમેન પ્રિયાંશ આર્યને ફ્રી હિટ મળી હતી. ક્રિકેટના નિયમ મુજબ, ફ્રી હિટ પર બેટ્સમેન માત્ર રન આઉટ જ થઈ શકે છે, કેચ આઉટ કે બોલ્ડ થઈ શકતો નથી. અક્ષર પટેલ એક અનુભવી કેપ્ટન હોવાથી તેઓ જાણતા હતો કે આ કેચ પકડવાથી કોઈ વિકેટ મળવાની નથી.

આ પણ ખાસ વાંચો : હારની કગાર પર હતી દિલ્હી... પછી 8 બોલમાં બાજી પલટાઈ ગઈ! : જે કામ મિશેલ સ્ટાર્ક ન કરી શક્યો તે કામ 22 વર્ષીય યુવા ખેલાડીએ કરી બતાવ્યું!

સમજદારી કે બેદરકારી?

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, અક્ષર પટેલે ત્યાં ખૂબ જ સમજદારી બતાવી હતી. IPL જેવી ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થતાં હોય છે. જ્યારે ખબર જ હોય કે, આ બોલ પર વિકેટ મળવાની નથી, ત્યારે બિનજરૂરી ડાઇવ લગાવીને કે આંગળીઓમાં ઈજા વ્હોરીને પોતાની કારકિર્દી અને ટીમને જોખમમાં મૂકવી તે મૂર્ખામી ગણાય. અક્ષર પટેલે પોતાની ફિટનેસ જાળવવા માટે તે નિરર્થક કેચ પકડવાનો પ્રયાસ કર્યો ન હતો. જે ખરેખર એક સ્માર્ટ ક્રિકેટિંગ નિર્ણય હતો.

આ પણ ખાસ વાંચો : એક સમયે ટ્રિપલ સદી ફટકારનાર સુપરસ્ટાર આજે IPL માં પિવડાવે છે પાણી! : 400 રનનો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક હતો આ ભારતીય

BCCI દ્વારા કેપ્ટન પર કાર્યવાહી

ભલે કેચ છોડવા પાછળ અક્ષર પટેલની કોઈ ભૂલ નહોતી, પરંતુ મેચના અંતે તેમને એક આર્થિક ફટકો જરૂર પડ્યો છે. BCCI એ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ "સ્લો ઓવર રેટ" માટે કડક કાર્યવાહી કરી છે. દિલ્હીની ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવરો પૂરી કરી શકી ન હતી. આ સિઝનમાં ટીમનો આ પ્રથમ ગુનો હોવાથી, IPL ની આચાર સંહિતા મુજબ કેપ્ટન અક્ષર પટેલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, દિલ્હી માટે આ જીત મીઠી તો હતી પણ દંડના કારણે થોડી મોંઘી પણ સાબિત થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now