Home Sports IPL 2026 Madhav Tiwari Delhi Capitals Ipl 2026 Match Winning Performance

હારની કગાર પર હતી દિલ્હી... પછી 8 બોલમાં બાજી પલટાઈ ગઈ! : જે કામ મિશેલ સ્ટાર્ક ન કરી શક્યો તે કામ 22 વર્ષીય યુવા ખેલાડીએ કરી બતાવ્યું!

Madhav Tiwari
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: May 12, 2026, 07:55 AM IST

DC vs PBKS : IPL 2026 ની 55 મી મેચમાં ક્રિકેટ પ્રેમીઓને એક નવો રોમાંચ જોવા મળ્યો છે. ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં 22 વર્ષના એક યુવાને આખી બાજી પલટી નાખી. આ ખેલાડી છે માધવ તિવારી, જેણે પોતાની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર બોલિંગથી મિચેલ સ્ટાર્ક જેવા દિગ્ગજોને પણ ઝાંખા પાડી દીધા છે. સતત સંઘર્ષ કરી રહેલી દિલ્હીની ટીમ માટે માધવ એક તારણહાર બનીને ઉભર્યો છે.

મેચનો ટર્નિંગ પોઈન્ટ

પંજાબ કિંગ્સે દિલ્હી સામે 211 રનનો પહાડ જેવો ટાર્ગેટ મૂક્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં દિલ્હીએ એક સમયે 170 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર નિશ્ચિત જણાતી હતી. જ્યારે ડેવિડ મિલર જેવો અનુભવી બેટ્સમેન આઉટ થયો ત્યારે માધવ તિવારી ક્રીઝ પર આવ્યો. તેણે આવતાની સાથે જ પહેલી બોલ પર બાઉન્ડ્રી ફટકારી આક્રમક ઈરાદા સ્પષ્ટ કરી દીધા. માધવે માત્ર 8 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી નોટઆઉટ 18 રન બનાવી દિલ્હીને અશક્ય લાગતી જીત અપાવી હતી.

માધવનો ક્રિકેટ ઈતિહાસ

માધવ તિવારી મૂળ મધ્ય પ્રદેશના મઉગંજ જિલ્લાનો રહેવાસી છે. 28 સપ્ટેમ્બર 2003 ના રોજ જન્મેલો આ ખેલાડી જમણા હાથનો ફાસ્ટ બોલર અને લોઅર મિડલ ઓર્ડરનો વિસ્ફોટક બેટ્સમેન છે. રસપ્રદ વાત એ છે કે, તેને મધ્ય પ્રદેશની સીનિયર ડોમેસ્ટિક ટીમ (રણજી) માટે હજુ સુધી ડેબ્યૂ પણ નથી કર્યું, છતાં તેની પ્રતિભા જોઈને દિલ્હી કેપિટલ્સે તેને 2025 ના ઓક્શનમાં 40 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2025 માં તક ન મળી અને 2026 માં પણ ફ્રેન્ચાઈઝીએ તેના પર ભરોસો રાખી તેને રિટેન કર્યો હતો.

ઇશાન કિશને 'પાંચ શબ્દો' ની પોસ્ટથી પંજાબની આબરૂ ઉતારી!: ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પણ લીધી મજા

બોલિંગ અને બેટિંગનો સમન્વય

માધવ તિવારી માત્ર બેટિંગ જ નહીં, પણ બોલિંગમાં પણ એટલો જ અસરકારક છે. પંજાબ સામેની મેચમાં તેને 4 ઓવરમાં 40 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેને પંજાબના વિસ્ફોટક ઓપનર પ્રિયાંશ આર્ય (56 રન) અને કૂપર કોનોલીની વિકેટ લઈને પંજાબની રન ગતિ પર બ્રેક લગાવી હતી. મેચ બાદ તેને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, "હું મારી જાતને 100% બોલર અને 100% બેટ્સમેન માનું છું." આ માનસિકતાએ જ તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ અપાવ્યો.

આજે અમદાવાદમાં જે જીતશે તે પહોંચશે પ્લેઓફના દરવાજે!: SRH ના પાવર-હિટર્સ સામે રેડ-હોટ ફોર્મમાં ચાલી રહેલી GT વચ્ચે થશે ટક્કર

સફળતા પાછળની મહેનત

માધવની IPL સુધીની સફર મહેનતથી ભરેલી છે. તેને મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગમાં ભોપાલ લેપર્ડ્સ તરફથી રમતા પોતાની ઓળખ બનાવી હતી. આ સિવાય તેને અંડર-19 અને અંડર-23 લેવલે રાજ્ય માટે શાનદાર પરફોર્મન્સ કર્યું છે. સીકે નાયડૂ ટ્રોફીમાં મુંબઈ જેવી મજબૂત ટીમ સામે 83 રનની ઇનિંગ રમીને તેને સાબિત કરી દીધું હતું કે, તે મોટા મંચનો ખેલાડી છે. આ પરફોર્મન્સે દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશાઓને જીવંત રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now