Home Sports IPL 2026 Shubman Gill Overthrow Ashish Nehra Reaction Viral Ipl

ગુજરાતની જીત છતાં ગિલ પર ભડક્યા આશિષ નેહરા! : ગિલની મોટી ભૂલ પર કોચનું રિએક્શન થયું વાયરલ

Shubman Gill And Ashish Nehra
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 06:51 AM IST

IPL 2026 : IPL 2026 માં બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એક અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને માત્ર 1 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. જોકે, આ જીત કરતા પણ વધુ ચર્ચા ગુજરાતના કોચ આશિષ નેહરાના ગુસ્સાની થઈ રહી છે, જે કેપ્ટન શુભમન ગિલની એક ભૂલ પર મેદાનની બહારથી જ બૂમો પાડવા લાગ્યા હતા.

ગુજરાતનો પહાડ જેવો સ્કોર

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન શુભમન ગિલે 70 રન, જોસ બટલરે 52 રન અને વોશિંગ્ટન સુંદરે 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ત્રણેય બેટ્સમેનોના દમ પર ગુજરાતે 20 ઓવરમાં 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી માટે આ લક્ષ્યાંક મુશ્કેલ હતો પરંતુ અશક્ય ન હતો.

દિલ્હીની વળતી લડત

211 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને કે. એલ રાહુલ અને પથુમ નિસાન્કાએ મજબૂત શરૂઆત અપાવી હતી. નિસાન્કાએ 41 રન બનાવ્યા જ્યારે કે. એલ રાહુલે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે, દિલ્હી આરામથી આ મેચ જીતી જશે, પરંતુ સતત વિકેટ પડવાને કારણે મેચ ફરી ગુજરાતના પક્ષમાં ઝૂકી ગઈ હતી.

શુભમન ગિલ પર આશિષ નેહરાનો ગુસ્સો

મેચ જ્યારે નાજુક મોડ પર હતી ત્યારે 16 મી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સ રન લેવા દોડ્યા હતા. ફિલ્ડિંગ કરી રહેલા શુભમન ગિલે બહાદુરી બતાવીને સ્ટ્રાઈકર એન્ડ પર બોલ ફેંક્યો, પણ કમનસીબે બોલ સ્ટમ્પને વાગીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. આ ઓવરથ્રોને કારણે દિલ્હીને ફ્રીના 4 રન મળી ગયા. આ જોઈને બાઉન્ડ્રી લાઈનની બહાર પર ઉભેલા ગુજરાતના કોચ આશિષ નેહરા લાલચોળ થઈ ગયા અને જોરજોરથી બૂમો પાડી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

DC vs GT મેચની છેલ્લી ઓવરનો હાઈ-વોલ્ટેજ ડ્રામા

દિલ્હી તરફથી ડેવિડ મિલરે 41 રન બનાવીને મેચને અંતિમ ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને મિલરે દિલ્હીને જીતની નજીક પહોંચાડ્યું હતું. જોકે, પાંચમા બોલ પર રન લેવાની ના પાડીને મિલરે મોટી ભૂલ કરી હતી. જો તે રન લીધો હોત તો સ્કોર બરાબર થઈ શક્યો હોત. અંતિમ બોલ પર કુલદીપ રનઆઉટ થયો અને ગુજરાત 1 રનથી મેચ જીતી ગયું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now