રાજકોટમાં નવરાત્રિના આઠમા નોરતે મારામારીની ઘટના બન્યાનું સામે આવ્યું છે. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP સીટિંગ પર બેઠેલા એક શખસને અન્ય VVIP આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતાં ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થઈ જે બાદ તેને બહાર લઈ જતા ત્યાં તે શખ્સે છરી કાઢી હતી ખૂંપાવી દીધી હતી.
ત્રણ લોકોને પણ ઈજા પહોંચી હતી
અત્રે જણાવીએ કે, આ ઘટનામાં ત્રણ લોકોને છાતી, કાન અને હાથ સહિતાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચી હતી. જેને પોલીસ જાપ્તા વચ્ચે પોલીસે તેને સારવાર અર્થે ખસેડ્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને પગલે મોડી રાતે DCP ઝોન 2 રાકેશ દેસાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કોણ કોણ ઇજાગ્રસ્ત થયા
મૌલિકભાઈ પરસાણા ઉદ્યોગપતિ રાજેશ પરસાણાનો ભત્રીજો
હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠીયા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનો પૌત્ર - જેમણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
ACP બી જે ચૌધરીએ શું કહ્યું?
આ મામલે ACP બી જે ચૌધરીએ જણાવ્યું કે, ''ખોડલધામ રાસ-ગરબાનું આયોજન કર્યું ત્યાં પલસાણા ચોક રિંગ રોડ નજીક મારામારીનો બનાવ બન્યો જ્યાં એક કપલ પાસ લઈને બેઠું હતું તે સમયે કોઈ VVIP ગેસ્ટ આવવાના હોવાથી તેઓને વિનંતી પૂર્વક જાણ કરી કે તમે થોડા બીજા સોફા પર બેસવા જતાં રહો, તે મુદ્દે બોલાચાલી થઈજે બાદ મારામારીની ઘટના બની હતી''.
આરોપીનું નામ મહેકગિરી
અત્રે જણાવીએ હુમલો કરનાર મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી જે લાઈટ હાઉસ અટલ સરોવર નજીક રહે છે, આ બબાલમાં તેને પણ ઈજા પહોંચી છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે