ગુજરાતમાં ઉનાળાની ગરમી સતત લોકોની કસોટી લઈ રહી છે અને આગામી દિવસોમાં પણ ગરમીમાંથી ખાસ રાહત મળવાની શક્યતા દેખાતી નથી. ત્યારે સુરતમાં ભયાનક ગરમીના કારણે એક 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. એવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ ગુજરાત માટે નવી હવામાન આગાહી જાહેર કરતાં જણાવ્યું છે કે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી દિવસો વધુ કઠિન સાબિત થઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં સામાન્ય જનતા, પશુપાલકો અને ખુલ્લામાં કામ કરતા વેપારીઓએ વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ફૂટપાથ પર વેપાર કરતા લોકો માટે બપોરના સમયમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમીની આગાહી
અંબાલાલ પટેલેમાં જણાવાયું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી શકે છે. ખાસ કરીને પાટણ જિલ્લાના સમી અને હારીજ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
તે ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ભાગોમાં પણ ભારે ગરમી અનુભવાઈ શકે છે.
મધ્ય ગુજરાતમાં પણ પરિસ્થિતિ કઠિન રહેવાની શક્યતા છે. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
ગુજરાતમાં નર્સિંગ ક્ષેત્રે મોટો સુધારો: 8 સ્પેશિયલાઈઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાનો લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો દબદબો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે જૂનાગઢ અને અમરેલીમાં 40 થી 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
ભુજ અને કંડલામાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વિસ્તારોમાં સોલર રેડિયેશનના પ્રમાણ પ્રમાણે ગરમીમાં ફેરફાર થઈ શકે છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે. દ્વારકામાં 32 ડિગ્રી આસપાસ અને પોરબંદરમાં 33-34 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. જ્યારે જામનગરમાં 36-37 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ વધવાની શક્યતા
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે. સુરતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે, જ્યારે વલસાડ અને આહવા-ડાંગ વિસ્તારમાં 38 થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ધોરણ 10-12માં નાપાસ થયોલાં વિદ્યાર્થીઓ જૂનમાં આપી શકેશે પરીક્ષા: જાણો ક્યારે ભરાશે ફોર્મ
બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય
અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું કે હાલ બંગાળની ખાડીમાં હવામાનની એક સિસ્ટમ બની રહી છે, પરંતુ તે ભૂભાગની નજીક હોવાથી પૂરતી એનર્જી મેળવી શકતી નથી. તેમ છતાં તેના કારણે કેટલાક વિસ્તારોમાં 50 થી 100 મીલીમીટર વરસાદ થઈ શકે છે.
બીજી તરફ બંગાળની ખાડીના અન્ય વિસ્તારોમાં 300 મીલીમીટરથી વધુ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના પ્રભાવથી અરબ સાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની શકે છે.
કેરળથી કર્ણાટક અને ગોવા સુધી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં 200 મીલીમીટરથી વધુ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીના મોત કેસે લીધું ઉગ્ર સ્વરૂપ: કમિશનર કચેરીએ ટોળું ઊમટ્યું, ઉચ્ચારી ધરણાંની ચીમકી
16 મે બાદ રાહત, પરંતુ આંધી-વંટોળનો ખતરો
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગરમીમાંથી થોડી રાહત 16 મે આસપાસ મળવાની શક્યતા છે, પરંતુ સાથે ભેજ અને ઉકળાટમાં વધારો થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે 14 મે બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારબાદ 20, 21, 22 અને 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ, તેજ પવન અને આંધી-વંટોળ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કાચા મકાનો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નુકસાનની સંભાવના વધુ હોવાનું જણાવાયું છે.





