Delhi IRS Daughter Murder Case: 22 એપ્રિલની સવારે દક્ષિણપૂર્વ દિલ્હીના કૈલાશ હિલ્સમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારીની પુત્રી 22 વર્ષીય મહિલા પર તેના ઘરે બળાત્કાર અને હત્યાની ઘટનાએ રાષ્ટ્રીય રાજધાની અને સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે.
દિલ્હીમાં IRS અધિકારીની દીકરી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં તપાસ તેજ વધુ તેજ બની છે. એટલું જ નહીં આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. દિલ્હી અને રાજસ્થાનના અલવર વચ્ચે જોડાયેલા આ હાઈપ્રોફાઈલ ક્રાઈમ કેસમાં ગંભીર બાબતો પરથી પડદો ઉઠ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી Rahul Meena અંગે પોલીસને અનેક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતા અને આક્રોશનો માહોલ ઊભો કર્યો છે.
આ પણ વાંચોઃ પગારના પૈસા વેશ્યાઓ પાછળ વાપરતો હતો : માલિકની જવાન પુત્રી પર ખરાબ હતી નજર, પ્લાન બનાવી ઉપરના રૂમમાં ઘૂસ્યો અને...
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આરોપી રાહુલ મીણાએ પૂછપરછ દરમિયાન કોઈ પસ્તાવો દર્શાવ્યો નથી અને કહ્યું છે કે પીડિતાના પરિવાર વિશે પણ બિંદાસ્ત વાતચીત કરી હતી. તેણે 21 એપ્રિલના રોજ અલવરમાં બીજી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ધમકી આપીને ભાગી ગયો હતો. અત્યાર સુધી, પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે શાંત અને સંયમ દાખવ્યો છે.
દિલ્હી બળાત્કાર-હત્યા આરોપીએ ખુલાસો કર્યો કે પીડિતાના પરિવારે તેની સાથે ‘ખૂબ સારો’ વ્યવહાર કર્યો હતો. તે માત્ર એમને ઘરે લૂંટ કરવા ત્યાં ગયો હતો. ‘જો દીદીએ પૈસા આપ્યા હોત તો...’ એમ કહીને તેણે પૂછપરછ કરી રહેલી પોલીસ સમક્ષ દરેક વાતનો ખુલાસો કર્યો. જે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે. પોલીસ પણ હકીકત જાણીને ચોંકી ગઈ હતી.
ઘરમાં કેવી રીતે ઘુસ્યો તેનો ખુલાસોઃ
તેણે તપાસ અધિકારીઓને કથિત રીતે કહ્યું હતું કે " અગર દીદીને પૈસા દે દીયા હોતા તો ઉનકે સાથ ઐસા નહીં હોતા, મેરી ઈચ્છા તો સિર્ફ ઉનકે ઘરમેં પૈસો કી લૂંટ કરને કી થી". આરોપીએ એ વાત પર ભાર મૂક્યો કે તે પીડિતાના ઘરે લૂંટ કરવાના મુખ્ય ઇરાદાથી જ ગયો હતો. આરોપીએ કહ્યુંકે, આ ઘટનામાં જે કંઈ પણ બન્યું તે અચાનક બન્યું છે. મારો કોઈ પ્લાન આવો નહોતો. આ ઘટના "બસ હમણાં જ બની," અહેવાલ મુજબ. તેણે પોલીસ સમક્ષ એવી પણ કબૂલાત કરી છેકે, IRS અધિકારીના પરિવારે તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો હતો. તેને બોનસ સિવાય રૂ. ૨૦,૦૦૦ નો પગાર મળતો હતો, અને તે પીડિતાની માતાએ તેને પૈસા આપવા માટે બોલાવ્યો હતો તેવું ખોટું કહીને ઘરમાં પ્રવેશ્યો. તેણે તપાસકર્તાઓને કહ્યું હતું કે, "માસી ને પૈસા માટે બુલયા હતા".
કાનૂની પ્રક્રિયા અને આગળની દિશા
આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. Delhi Police અને સંબંધિત એજન્સીઓ કેસને મજબૂત બનાવવા માટે તમામ જરૂરી પુરાવા એકત્રિત કરી રહી છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ફોરેન્સિક અને ડિજિટલ પુરાવા આ કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કેસ હવે ટ્રાયલ સ્ટેજ તરફ આગળ વધી રહ્યો છે, અને આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. લોકોની નજર હવે ન્યાયિક પ્રક્રિયા પર છે, અને આશા છે કે પીડિતાને ન્યાય મળશે.






