Home National Akhilesh Yadav Viral Speech Lok Sabha Monsoon Session Delhi Protest

'શું દીકરીઓના કપડાં ફાડી નાખશો?' : અખિલેશ યાદવના નિવેદનથી સોશિયલ મીડિયા પર લાગણીઓનો પૂર, યુઝર્સ બોલ્યા- ગર્દા ઉડા દિયે ભૈયા

Akhilesh Yadav Viral Speech
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 10:35 AM IST

Akhilesh Yadav Viral Speech: દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને તે દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી હવે સંસદ સુધી પહોંચી છે. ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિરોધ પક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભામાં વિદ્યાર્થીઓના અધિકારો, પોલીસ કાર્યવાહી અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે થયેલા કથિત વર્તન અંગે સવાલો ઉઠાવ્યા હતા. લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શેર થઈ રહ્યો છે. વીડિયોમાં અખિલેશ યાદવ સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેમના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

સંસદમાં સરકારને કર્યા સીધા સવાલ

ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે, મુદ્દો માત્ર કોઈ મંત્રીના રાજીનામાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓના અધિકારો અને તેમની સાથે થયેલા વર્તનનો છે. ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો, અનેકને ઈજા પહોંચી અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે પણ અયોગ્ય વર્તન થયું હોવાના આરોપો સામે આવ્યા છે. આ સંદર્ભમાં તેમણે સત્તાપક્ષને સવાલ કર્યો કે શું દીકરીઓ સાથે આવું વર્તન સ્વીકાર્ય હોય શકે?

આ પણ વાંચો: 5 પોલીસ સ્ટેશનમાં 10 FIR, હવે FRSથી થશે તપાસ : હિંસા ભડકાવનારાઓની હવે ખેર નથી, દિલ્હી હિંસાના આરોપીઓની ઓળખ માટે પોલીસે તપાસ હાથધરી

20 જુલાઈના વિરોધ પ્રદર્શન બાદ મુદ્દો ગરમાયો

દિલ્હીમાં 20 જુલાઈના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારથી વિરોધ પક્ષ સતત સરકાર સામે આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં પણ આ ઘટનાને લઈને ભારે હોબાળો જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

અખિલેશ યાદવે પોતાના ભાષણમાં કહ્યું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા જોઈએ અને તેમની સાથે બળપ્રયોગ યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી કાર્યવાહી અંગે જવાબદારી નક્કી થવી જોઈએ. વિપક્ષી પક્ષોનું માનવું છે કે, વિદ્યાર્થીઓના આંદોલનને દબાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે સરકાર તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અખિલેશ યાદવના ભાષણનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકો આ વીડિયો જોઈ રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે અખિલેશ યાદવના ભાષણની પ્રશંસા કરતાં લખ્યું કે, તેમણે સરકાર સામે સખત સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ કેટલાક લોકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા સતત તેજ બની રહી છે.

આ પણ વાંચો: સંસદ સત્ર Live; ચર્ચાની માગ વચ્ચે વિપક્ષનો હંગામો : કિરેન રિજિજુના કૉંગ્રેસ પર પ્રહાર, ચોમાસું સત્ર સતત ત્રીજા દિવસે ઠપ્પ

રાજકીય ઘર્ષણ વધુ વધવાની શક્યતા

દિલ્હી વિરોધ પ્રદર્શન અને સંસદમાં તેના પ્રતિધ્વનિ બાદ હવે આ મુદ્દે રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે. વિરોધ પક્ષ સરકાર પર સતત દબાણ બનાવી રહ્યો છે, જ્યારે સરકાર પોતાના વલણને યોગ્ય ગણાવી રહી છે. આગામી દિવસોમાં સંસદમાં આ મુદ્દે વધુ ચર્ચા અને રાજકીય ટકરાવ જોવા મળી શકે છે. સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો અને નિવેદનોને લઈને પણ રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now