Home National Neet Paper Leak Parliament Monsoon Session Kiren Rijiju Congress

Liveસંસદ સત્ર Live Updates; ચર્ચાની માગ વચ્ચે વિપક્ષનો હંગામો : કિરેન રિજિજુના કૉંગ્રેસ પર પ્રહાર, ચોમાસું સત્ર સતત ત્રીજા દિવસે ઠપ્પ

સંસદ સત્ર Live Updates
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jul 22, 2026, 11:39 AM IST

સંસદ સત્ર Live Updates: નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રના ત્રીજા દિવસે પણ નીટ (NEET) પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે વિપક્ષી સાંસદોએ કાળા કપડાં પહેરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કામગીરી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામા સહિત પાંચ માગો મૂકી છે, જેની સામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું કે સરકાર ચર્ચા માટે ૧૦૦% તૈયાર છે, પરંતુ વિપક્ષ માત્ર સૂત્રોચ્ચાર કરીને સત્ર ખોરવી રહ્યો છે. જાણો સંસદની કાર્યવાહીની પળેપળની અપડેટ...

લાઈવ અપડેટ્સ
હમણાં જ22 જુલાઈ 2026

રોજગારના ચારેય રસ્તા બંધ, સરકારી ભરતીમાં ભ્રષ્ટાચાર: રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં બેરોજગારી અને પેપર લીક મુદ્દે સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ, એન્ટરપ્રિન્યોરશિપ, કોર્પોરેટ જોબ અને પબ્લિક સેક્ટર જેવા રોજગારીના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કોર્પોરેટ ક્ષેત્રમાં AIના કારણે નોકરીઓ ઘટી છે અને બેંકોના નાણાં માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે યુવાનો પાસે માત્ર સરકારી નોકરીનો વિકલ્પ બચ્યો છે, પરંતુ તેમાં પણ ૪૦ થી ૫૦ લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. આ ભયંકર ભ્રષ્ટાચારના કારણે સાડા સાત કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પીડાઈ રહ્યા છે.

3 મિનિટ પહેલા22 જુલાઈ 2026

છેલ્લાં 10 વર્ષમાં ૧૫૨ વાર પેપર લીક થયા, સાડા સાત કરોડ યુવાનો પ્રભાવિત: રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર

નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે સરકારને ઘેરતાં જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ વખત પેપર લીક થયા છે, જેનાથી દેશના સાડા સાત કરોડ યુવાનો અને તેમના પરિવારનું ભવિષ્ય રોળાયું છે. તેમણે ઉમેર્યું કે ૪-૫ વર્ષ સુધી રોજ ૮ થી ૧૦ કલાક મહેનત કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ સદંતર અન્યાય છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે વર્તમાન શિક્ષણ પ્રણાલી સામાન્ય લોકો માટે પોષાય તેવી રહી નથી. સરકારી બજેટ સામે વાર્ષિક રૂ. ૧.૩૨ લાખ કરોડનો નીટ ખર્ચ સામાન્ય પરિવારો પર લાદવામાં આવે છે, જ્યારે સરકારની નજરમાં યુવાનોની મહેનતની કોઈ કિંમત નથી.

5 મિનિટ પહેલા22 જુલાઈ 2026

શિક્ષણ મંત્રીના રાજીનામા અને પીએમની માફીની માગ: રાહુલ ગાંધીનો આંદોલનકારી વિદ્યાર્થીઓને ટેકો

નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ગંભીર આરોપો લગાવતા તેમના તાત્કાલિક રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓના પેપર વારંવાર લીક થવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પણ વિદ્યાર્થીઓની માફી માગવાની માંગ કરી છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે રસ્તા પર ઊતરેલા લાખો પીડિત વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને લડતમાં કૉંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે તેમની સાથે છે અને તેમને પૂરેપૂરું સમર્થન આપે છે.

21 મિનિટ પહેલા22 જુલાઈ 2026

NEET મુદ્દે રાહુલ ગાંધી આકરા પાણીએ: શિક્ષણ મંત્રીના રાજીનામા અને પીએમ મોદીની માફીની કરી માગ

નવી દિલ્હી: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નીટ (NEET) પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ વાર પેપર લીક થયા છે, જેનાથી સાડા સાત કરોડ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. તેમ છતાં એકપણ કેસમાં કોઈને સજા થઈ નથી. રાહુલ ગાંધીએ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી તેમના રાજીનામાની માગ કરી છે. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓની માફી માગે અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર દમન કરનારાઓ સામે પગલાં લેવાય તેવી આકરી માગણીઓ કરી છે.

10:23 AM22 જુલાઈ 2026

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ: મહિલા સાંસદો સામે અભદ્ર વર્તન બદલ કાર્યવાહી

નવી દિલ્હી: મહિલા સાંસદો સામે કથિત રીતે અશોભનીય અને અભદ્ર ટિપ્પણી કરવાના મામલે લોકસભાએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સામે કડક પગલાં લીધાં છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ બાદ તેમને ચોમાસું સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સંસદનું રાજકારણ વધુ ગરમાયું છે. વિપક્ષી સાંસદો દ્વારા ગૃહમાં સતત કરવામાં આવી રહેલા હંગામા અને વિરોધ વચ્ચે આ નિર્ણયથી સંસદીય સત્રમાં ગતિરોધ વધુ વધવાની શક્યતા છે.

10:20 AM22 જુલાઈ 2026

કૉંગ્રેસને બોલવાની તક મળતાં અખિલેશ નારાજ: વિપક્ષના હંગામા વચ્ચે લોકસભા ૨ વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હી: લોકસભામાં નીટ (NEET) મુદ્દે કૉંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલને બોલવાની તક મળતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ નારાજગી વ્યક્ત કરી હતી. કૉંગ્રેસે આ મુદ્દે વ્યાપક ચર્ચાની માગ કરી હતી, જેના જવાબમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર વાટાઘાટો માટે પૂર્ણ રીતે તૈયાર છે.

સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ કર્યું કે સરકાર અને તમામ વિપક્ષી પક્ષો ચર્ચા ઈચ્છે છે, પરંતુ ગૃહની ગૅલરીમાં ઊભા રહીને હંગામા વચ્ચે ચર્ચા ન થઈ શકે. સતત શૌર-બકોરને કારણે સ્પીકરે કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

10:19 AM22 જુલાઈ 2026

ગૃહમાં અખિલેશ યાદવનો આક્રોશ: વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ મુદ્દે સરકાર અને કૉંગ્રેસ સામે સવાલ

નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક મુદ્દે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સંસદમાં ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો કોઈ રાજકીય પક્ષનો નહીં પણ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે, અને જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ રસ્તા પર ઊતરશે. તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચાર અને બળપ્રયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. બીજી તરફ, સંસદ સ્થગિત થયા બાદ પણ અખિલેશ અને કૉંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ વચ્ચે ચર્ચા ચાલુ રહી હતી. અખિલેશે અન્ય વિપક્ષી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના કૉંગ્રેસ દ્વારા પીએમ આવાસ બહાર કરાયેલા વિરોધ પ્રદર્શન સામે વિરોધ નોંધાવ્યો હતો.

10:18 AM22 જુલાઈ 2026

સંસદમાં વિપક્ષમાં જ ડખો: અખિલેશ યાદવ અને કે.સી. વેણુગોપાલ વચ્ચે તીખી બહેસ

નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક મુદ્દે ગૃહમાં બોલવાની તક માત્ર ભાજપ અને કૉંગ્રેસને મળતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ નારાજ થયા હતા. તેમણે સ્પીકર સામે વિરોધ નોંધાવતા કહ્યું કે, શું તમે એમની સાથે કરાર કરી લીધો છે? આ મુદ્દો કોઈ પક્ષનો નહીં પણ વિદ્યાર્થીઓનો છે. આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ અને અખિલેશ યાદવ વચ્ચે તીખી બહેસ થઈ હતી. અખિલેશે ભારપૂર્વક કહ્યું કે, વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા અંગે પહેલાં જવાબ જોઈએ, રાજીનામું પછી પણ આપી શકાય છે. જોકે, સંસદ બહાર તેમણે કૉંગ્રેસ સાથેના મતભેદોના અહેવાલોનું ખંડન કર્યું હતું.

10:15 AM22 જુલાઈ 2026

વિપક્ષના ભારે હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

નવી દિલ્હી: સંસદના બંને ગૃહ- લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદોનો વિરોધ અને હંગામો સતત જારી રહ્યો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભારે શૌર-બકોર અને નારેબાજીને કારણે ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું, જેને પગલે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને વિરોધ સાથે હંગામો મચાવ્યો હતો. વારંવારની વિનંતીઓ છતાં ગૃહમાં શાંતિ ન જળવાતાં આખરે સ્પીકર અને સભાપતિએ કાર્યવાહી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.

10:14 AM22 જુલાઈ 2026

ગૃહમાં ૧૦૦ ટકા ચર્ચા માટે સરકાર તૈયાર: રાજ્યસભામાં કિરેન રિજિજુના વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી: રાજ્યસભામાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર નીટ (NEET) પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માટે ૧૦૦ ટકા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની પૂરતી ચિંતા છે. કિરેન રિજિજુએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, એક તરફ વિપક્ષ ચર્ચાની માગ કરે છે અને બીજી તરફ સતત સૂત્રોચ્ચાર અને હંગામો કરીને ગૃહની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે. સરકાર તમામ સવાલોના જવાબ આપવા તત્પર હોવા છતાં વિપક્ષ માત્ર રાજકારણ કરી રહ્યો છે.

10:14 AM22 જુલાઈ 2026

જંતર-મંતર પર આવી સરકાર માગણીઓ પૂરી કરવાના ઈરાદાથી વાત કરે: CJP

નવી દિલ્હી: સીજેપી (CJP) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સરકાર વિરોધ કરી રહેલા નેતાઓ કે સંગઠનો સાથે વાતચીત કરવા માંગતી હોય, તો તેણે કોઈ જાહેર સ્થળે અથવા જંતર-મંતર પર આવીને વાત કરવી જોઈએ. વધુમાં, CJPએ ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારે માત્ર વાટાઘાટોનો દેખાવ કરવાને બદલે તેમની માગણીઓ પૂર્ણ કરવાના સકારાત્મક ઈરાદા અને મનશા સાથે ચર્ચા માટે આગળ આવવું જોઈએ. માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.

10:13 AM22 જુલાઈ 2026

જંતર-મંતર પર વિરોધ ચાલુ હોય તો સંસદમાં ગતિરોધ કેવી રીતે ઉકેલાશે: RJD સાંસદ મનોજ ઝા

નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા ગતિરોધ મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન સતત જારી છે, તેવામાં સંસદમાં ગતિરોધ કેવી રીતે ખતમ થઈ શકે? મનોજ ઝાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે છેલ્લા ૧૨ વર્ષમાં જે ડરની ઈમારત ઊભી કરી હતી, તે હવે તૂટી ગઈ છે. વિપક્ષી નેતાઓ સતત વિવિધ મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને ગૃહમાં યોગ્ય ચર્ચાની માગ કરી રહ્યા છે.

10:07 AM22 જુલાઈ 2026

ચર્ચાની માગ વચ્ચે વિપક્ષનો હંગામો: કિરેન રિજિજુના કૉંગ્રેસ પર પ્રહાર, ચોમાસું સત્ર સતત ત્રીજા દિવસે ઠપ્પ

નવી દિલ્હી: મન્સૂન સત્રના ત્રીજા દિવસે પણ નીટ (NEET) પેપર લીક અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોના દેખાવો અને સૂત્રોચ્ચારના કારણે ગૃહની કાર્યવાહી સતત ત્રીજા દિવસે સ્થગિત કરવી પડી હતી. આ મુદ્દે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિપક્ષ પહેલાં ચર્ચાની માગ કરે છે અને પછી સૂત્રોચ્ચાર કરીને ગૃહની કામગીરી ખોરવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગૃહમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now