Prateek Yadav Demise: ઉત્તર પ્રદેશની રાજનીતિ સાથે જોડાયેલો યાદવ પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુલાયમ સિંહના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવના નિધન બાદ પરિવારના સભ્યો એકત્ર થયા હતા. જેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ભાજપ નેતા તેમજ પ્રતિક યાદવના પત્ની અપર્ણા યાદવ વચ્ચેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે. પરિવારના શોકમય વાતાવરણ વચ્ચે આ મુલાકાતના દ્રશ્યો સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
NEET Paper Leak: "મોટા લોકોને બચાવવામાં આવી રહ્યાં છે": કેમેરો જોઈ રડી પડ્યાં પેપરલીકના આરોપીઓ
પ્રતિક યાદવની અંતિમવિધિ પહેલાં આખા પરિવારને બહાર રાખીને બંધરૂમમાં અખિલેશ અને અપર્ણા વચ્ચે શું વાતચીત થઈ? અખિલેશે કેમ પોતાના નાનાભાઈની પત્ની અપર્ણા યાદવ સાથે બંધરૂમમાં એકાંતમાં મુલાકાત કરી તે સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાંક કહી રહ્યાં છેકે, આ મુલાકાત માત્ર પરિવારિક કે સામાજિક સંબંધોનેકારણે હતી. તો વળી કેટલાંક આ મુલાકાતને રાજકીય રંગ આપી રહ્યાં છે. જોકે, હાલ આ મુલાકાતને લઈને અલગ અલગ ચર્ચાઓ વહેતી થઈ છે.
પ્રતિકના નિધનના સમાચાર મળતા જ અસમ પ્રવાસથી પરત ફરી પત્ની અપર્ણા યાદવ. ત્યાર બાદ થોડીવારમાં જ પ્રતિક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો. લખનઉના કાલિદાસ માર્ગ પાસેના નિવાસસ્થાને પ્રતિક યાદવના પાર્થિવદેહને અંતિમ દર્શને રાખવામાં આવ્યો હતો. પરિવાર અને સ્નેહીજનો ત્યાં ઉપસ્થિત હતા. ત્યાર બાદ પ્રતિક યાદવની અંતિમવિધિ પહેલાં એક અજુકતી ઘટના બની જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું.
LPG સિલિન્ડરના ભાવ વધારાની ચિંતા વચ્ચે આવ્યાં રાહતનાં સમાચાર: જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં શું છે LPG સિલિન્ડરનાં ભાવ
પ્રતિક યાદવના નિધન બાદ પહેલીવાર સામસામે આવ્યાં અખિલેશ અને અપર્ણા. ઉત્તર પ્રદેશના લખનઉનામાં કાલિદાસ માર્ગ પર આવેલાં તેમના નિવાસસ્થાને અખિલેશ અને અપર્ણા થોડીવાર માટે એકલા બંધરૂમમાં ગયા. અખિલેશ યાદવ અને પ્રતિકની પત્ની અપર્ણા યાદવ જ્યારે એકાંતમાં બંધરૂમમાં ગયા ત્યારે પરિવારના સભ્યો બહાર જ હાજર હતા. ખાસી વાર સુધી બંધરૂમમાં બન્ને વચ્ચે લાંબી મુલાકાત ચાલી.
પ્રતીક યાદવ, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના નાના ભાઈ છે. પ્રતિક યાદવના નિધન બાદ યાદવ પરિવાર હાલ શોકમાં ગરકાવ છે. તેમના નિધનના સમાચાર બાદ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, પરિવારજનો અને સમર્થકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
"50 ફૂટ ઊંચે ઉડ્યા, હાથ-પગ તૂટ્યા છતાં ...": જાણો કોણ છે નન્હે મિયાં, કહી ભયાનક આપવીતી
અંતિમવિધિ દરમિયાન અખિલેશ-અપર્ણા પર સૌની નજર
લખનઉમાં યોજાયેલી અંતિમવિધિ દરમિયાન યાદવ પરિવારના અનેક સભ્યો હાજર રહ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવ અને અપર્ણા યાદવ વચ્ચે થયેલી મુલાકાત ખાસ ચર્ચાનો વિષય બની. રાજકીય રીતે બંને અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલા હોવા છતાં પરિવારના પ્રસંગે તેમની હાજરીએ માનવીય સંબંધોને પ્રાથમિકતા આપતો સંદેશ આપ્યો હોવાનું કેટલાક વિશ્લેષકો માને છે. સ્વ.પ્રતિક યાદવના પત્ની અપર્ણા યાદવ હાલમાં ભાજપ સાથે જોડાયેલા છે, જ્યારે અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં યાદવ પરિવારની આંતરિક રાજકીય ગતિવિધિઓ વારંવાર ચર્ચામાં રહી છે. આવી સ્થિતિમાં બંને નેતાઓની એકસાથે હાજરીને રાજકીય રીતે પણ ધ્યાનથી જોવામાં આવી રહી છે.
ચૂંટણીમાં હાર બાદ બંગાળમાં નવી બબાલ: અચાનક કેમ વકીલનો કોટ પહેરીને કોર્ટ પહોંચી ગયા મમતા બેનર્જી?
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ મુલાકાતના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. અનેક યુઝર્સે તેને પરિવારિક એકતા અને સંવેદનશીલ ક્ષણ તરીકે રજૂ કરી, જ્યારે કેટલાક રાજકીય વિશ્લેષકોએ તેને માત્ર પરિવારિક પ્રસંગ સુધી મર્યાદિત રાખવાની સલાહ આપી હતી. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં યાદવ પરિવારનું મહત્વ લાંબા સમયથી રહ્યું છે. સમાજવાદી પાર્ટીની રાજકીય સફર, આંતરિક સમીકરણો અને પરિવારની રાજકીય ભૂમિકાઓ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહી છે. તેથી પરિવાર સાથે જોડાયેલી દરેક ઘટના રાજકીય રીતે પણ વિશેષ ધ્યાન ખેંચે છે.
રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ
પ્રતીક યાદવના નિધન પર વિવિધ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. અનેક નેતાઓએ સોશિયલ મીડિયા મારફતે પરિવારને સંવેદના પાઠવી હતી. શોકના આ પ્રસંગે રાજકીય મતભેદોથી પર જઈ અનેક નેતાઓ દ્વારા પરિવારને સાંત્વના આપવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભારતની રાજનીતિમાં ઘણી વખત પરિવારિક સંબંધો અને રાજકીય મતભેદો અલગ રીતે જોવા મળે છે. યાદવ પરિવારનું આ તાજેતરનું દ્રશ્ય પણ તે જ પરિસ્થિતિનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.
કેરળના નવા CM પાસે છે કરોડોની મિલકત, પણ નથી કોઈ કાર!: VD Satheesan ની સંપત્તિનો આંકડો જાણીને તમે પણ ચોંકી જશો
યાદવ પરિવારનું ઉત્તર પ્રદેશ રાજકારણમાં મહત્વ
મુલાયમ સિંહ યાદવના સમયથી યાદવ પરિવાર ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યો છે. સમાજવાદી પાર્ટીનું સંગઠન, ઓબીસી રાજકારણ અને રાજ્યની ચૂંટણીમાં પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરિવારની અંદરની રાજકીય સ્થિતિ અને અલગ-અલગ પક્ષો સાથે જોડાણને કારણે પણ ચર્ચાઓ વધતી રહી છે. અખિલેશ યાદવ હાલમાં રાજ્યમાં ભાજપ સામે મુખ્ય વિરોધી ચહેરા તરીકે જોવામાં આવે છે, જ્યારે અપરણા યાદવ ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે. આવા સમયમાં પરિવારિક પ્રસંગે બંનેની મુલાકાતે રાજકીય અને સામાજિક બંને સ્તરે ચર્ચા જગાવી છે.





