દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 સાથે જોડાયેલા પેપર લીક કૌભાંડમાં હવે નવા અને ગંભીર આરોપો સામે આવ્યા છે. CBI દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન જયપુરમાંથી ઝડપાયેલા એક આરોપીએ દાવો કર્યો છે કે આ સમગ્ર કૌભાંડમાં સામેલ “મોટા લોકો”ને બચાવવામાં આવી રહ્યાં છે, જ્યારે નાના સ્તરના લોકોને જ પકડવામાં આવે છે. આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા લઈ જવાઈ રહ્યાં હતા. આ નિવેદનથી સમગ્ર તપાસની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. CBI હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ નથી કરી, પરંતુ આ મામલો હવે માત્ર પેપર લીકથી આગળ વધી સંભવિત મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.
પ્રતિકની અંતિમવિધિ પહેલાં વિચિત્ર ઘટના: નાનાભાઈની પત્ની અપર્ણા સાથે અખિલેશ બંધરૂમમાં એકાંતમાં કેમ કરી મુલાકાત?
CBIની કાર્યવાહી
CBIએ આ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ત્રણ આરોપી જયપુરના અને એક જ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ગુરુગ્રામ અને નાસિકમાંથી પણ આરોપીઓને પકડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રશ્નપત્ર પ્રથમ પુણેમાંથી હાર્ડ કોપી રૂપે મેળવવામાં આવ્યું અને ત્યારબાદ તેને કુરિયર, વોટ્સએપ ગ્રુપ અને કોચિંગ નેટવર્ક દ્વારા અનેક રાજ્યોમાં ફેલાવવામાં આવ્યું. આ સમગ્ર નેટવર્કમાં રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક સ્થાનિક ઘટના નથી, પરંતુ એક સંયોજિત રાષ્ટ્રીય સ્તરનું ગેંગ કાર્યરત હતું.
આ પણ વાંચો: રાજકોટમાં NEET UG પેપર લીક મુદ્દે અનોખો વિરોધ : વિદ્યાર્થીઓએ હાથમાં ‘ઝાલમૂડી’ લઈને કર્યું પ્રદર્શન
‘ગેસ પેપર’થી લઈને લાખોની ડીલ
તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે ‘ગેસ પેપર’ના નામે વાસ્તવિક પ્રશ્નપત્ર જેવી સામગ્રી વિદ્યાર્થીઓને વેચવામાં આવી રહી હતી. આ પેપર માટે 10 લાખથી 25 લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવતા હતા. કેટલાક કેસોમાં તો હાથથી લખાયેલા પ્રશ્નપત્રો કોચિંગ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી 2 લાખથી 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ડિજિટલ માધ્યમો, ખાસ કરીને વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્સ, આ રેકેટ માટે મુખ્ય સાધન બની રહ્યા હતા. તપાસ એજન્સીઓ હવે પૈસાની લેણદેણ અને ડિજિટલ પુરાવા પર ખાસ ધ્યાન આપી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગ વરસાવતી ગરમી વચ્ચે આવ્યું મોટું અપડેટ : આગામી 48 કલાક સામાન્ય જનતા માટે રહેશે ભારે
આરોપીઓના ‘સંપર્કો’ ચર્ચામાં
આ કેસ માત્ર શૈક્ષણિક કૌભાંડ પૂરતો મર્યાદિત રહ્યો નથી પરંતુ હવે રાજકીય વિવાદ પણ ઉદ્ભવ્યો છે. કેટલાક આરોપીઓના રાજકીય નેતાઓ સાથેના ફોટા વાયરલ થતા વિપક્ષે સત્તાધારી પક્ષ પર “સંરક્ષણ” આપવાનો આરોપ લગાવ્યો છે. CBI આ એંગલથી પણ તપાસ કરી રહી છે. શું કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ આ નેટવર્ક સાથે સંકળાયેલા હતા કે નહીં.
NEET જેવી ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોવાથી આવા કૌભાંડોની અસર વ્યાપક હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે કોચિંગ સેન્ટર, મધ્યસ્થીઓ અને ક્યારેક અંદરના તંત્રની સંડોવણી જોવા મળે છે. સરકાર દ્વારા 2024માં કડક કાયદો લાવવામાં આવ્યો હોવા છતાં આવા રેકેટ હજુ સુધી સંપૂર્ણપણે બંધ થયા નથી.





