Home National Vd Satheesan Net Worth Assets Kerala New Cm Gujarati

કેરળના નવા CM પાસે છે કરોડોની મિલકત, પણ નથી કોઈ કાર! : VD Satheesan ની સંપત્તિનો આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

VD Satheesan
Published by: Aryan Shah
Last Updated: May 14, 2026, 08:12 AM IST

VD Satheesan : કેરળના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ અને સસ્પેન્સનો આખરે સુખદ અંત આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા વરિષ્ઠ નેતા વી.ડી. સતીસનના નામ પર મહોર મારવામાં આવી છે. કેસી વેણુગોપાલ જેવા દિગ્ગજ નેતાઓ આ રેસમાં હોવા છતાં, સતીસનની લોકપ્રિયતા અને સંગઠન પરની પકડને ધ્યાને રાખીને તેમને આ જવાબદારી સોંપાઈ છે. તેઓ માત્ર એક કુશળ રાજકારણી જ નહીં, પરંતુ કાયદાના પણ જાણકાર છે, જેનો લાભ હવે રાજ્ય સરકારને મળશે. જાણો તેમની પાસે કેટલી મિલકત છે.

કરોડોની સંપત્તિ અને બેંક બેલેન્સની વિગત

વી.ડી. સતીસનની આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો તેઓ રાજ્યના ધનિક નેતાઓની યાદીમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2026 ની કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે રજૂ કરેલા અધિકૃત સોગંદનામા મુજબ, તેમની કુલ નેટવર્થ અંદાજે 6.65 કરોડ રૂપિયા જેટલી છે. તેમની પાસે રોકડ રકમ મર્યાદિત છે, પરંતુ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા છે. સતીસન અને તેમની પત્નીના વિવિધ બેંક એકાઉન્ટ્સમાં કુલ 73.62 લાખ રૂપિયાની ડિપોઝિટ છે, જે તેમની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. જોકે, તેમની સામે 41.45 લાખ રૂપિયાનું દેવું પણ બોલે છે.

સાદગી અને રોકાણની પદ્ધતિ

કરોડોની માલિકી હોવા છતાં, વી.ડી. સતીસનનું જીવન ઘણું સાદગીભર્યું રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી સંપત્તિ હોવા છતાં તેમની પાસે પોતાની માલિકીની એક પણ કાર નથી. સામાન્ય રીતે નેતાઓ લક્ઝરી ગાડીઓના શોખીન હોય છે, પરંતુ સતીસન આ બાબતે અલગ તરી આવે છે. રોકાણની વાત કરીએ તો, તેમણે શેરબજાર કે બોન્ડ્સમાં મોટું જોખમ લેવાને બદલે માત્ર 25,000 રૂપિયાનું નાનું રોકાણ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, તેમની પાસે કોઈ LIC પોલિસી કે પોસ્ટલ સેવિંગ્સ જેવી પરંપરાગત બચત યોજનાઓ પણ નથી.

વીડી સતીસન કેરળના નવા મુખ્યમંત્રી બનશે: કોંગ્રેસે મુખ્યમંત્રીના નામની કરી જાહેરાત

સોનાના દાગીનાનો મોટો સંગ્રહ

સતીસન પરિવાર પાસે જંગમ સંપત્તિમાં સૌથી મોટો હિસ્સો સોનાનો છે. બજાર ભાવ મુજબ તેમની પાસે રહેલા સોનાની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. તેમના સોગંદનામામાં જણાવ્યા મુજબ, વી.ડી. સતીસન પોતે 35 ગ્રામ સોનું ધરાવે છે, જ્યારે તેમના પત્ની પાસે 1128 ગ્રામ એટલે કે 1 કિલોથી પણ વધુ સોનું છે. આ કિંમતી ધાતુ અને બેંક બેલેન્સ મળીને તેમની કુલ ચલ સંપત્તિ અંદાજે 2.37 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે.

સ્થાવર મિલકત અને જમીનનું રોકાણ

મુખ્યમંત્રી સતીસનની સંપત્તિનો મોટો ભાગ રિયલ એસ્ટેટમાં રોકાયેલો છે. તેમની પાસે અંદાજે 4 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. વ્યક્તિગત રીતે સતીસન પાસે કોઈ ખેતીલાયક જમીન નથી, પરંતુ તેમની પત્નીના નામે 61 લાખ રૂપિયાની કૃષિ ભૂમિ છે. આ સિવાય, આ દંપતી સંયુક્ત રીતે અથવા અલગથી 3 કરોડ રૂપિયાની બિન-ખેતીલાયક જમીન (પ્લોટ્સ) ધરાવે છે. રહેણાંક મિલકતની વાત કરીએ તો, કેરળના આ નવા મુખ્યમંત્રીના નામે 25 લાખ રૂપિયાની કિંમતનું એક ઘર પણ નોંધાયેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now