Home National Mumbai Muharram Toxic Capsules Arrest June 2026

મુંબઈમાં મોટું કાવતરું નિષ્ફળ...! : મોહર્રમના જુલૂસમાં ઝેરી કેપ્સ્યુલ વહેંચતો હતો શખ્સ, આ રીતે ઝડપાયો

Mumbai Police
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2026, 12:48 PM IST

Mumbai Police: મુંબઈ પોલીસે મોહર્રમના જુલૂસ દરમિયાન ઝેરી કેપ્સ્યુલ વહેંચવાના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. પોલીસે આ મામલે ફૈયાઝ પ્રેમજી નામના એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર 'દર્દ નિવારક' (પેઇન કિલર)ના નામે લોકોને કેપ્સ્યુલ વહેંચી અને વેચી રહ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, જેજે અને ભાયખલા વિસ્તારમાંથી મોહર્રમનું જુલૂસ પસાર થઈ રહ્યું હતું, જ્યાં આરોપી કથિત રીતે લોકોને આ કેપ્સ્યુલ આપી રહ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ ટીમે ફૈયાઝને કેપ્સ્યુલ વહેંચતા જોયો હતો. શંકા જતાં પોલીસે તેની પૂછપરછ કરી અને તેની પાસે રહેલી કેપ્સ્યુલ જપ્ત કરી લીધી હતી.

ડીસીપી સેન્ટ્રલ રિજન ઝોન-1 જયંત મીણાએ જણાવ્યું કે, 'ગઈકાલે રાત્રે ભાયખલા પોલીસ સ્ટેશનની હદમાં મોહર્રમનું જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. જુલૂસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ લોકોને કેપ્સ્યુલ વહેંચતો અને વેચતો જોવા મળ્યો હતો. શંકા જતાં મુંબઈ પોલીસની પેટ્રોલિંગ ટીમે તેની પૂછપરછ કરી અને તેની પાસેથી કેપ્સ્યુલનો જથ્થો રિકવર કર્યો હતો.' પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ખાસ કરીને મોહર્રમના જુલૂસને નિશાન બનાવ્યું હતું અને તેમાં સામેલ લોકોને નુકસાન પહોંચાડવાનો તેનો ઈરાદો હતો.

રોલેક્સ ઘડિયાળ, ચાંદીના ખંજર, 300 અમૂલ્ય ભેટોની થશે હરાજી : જાણો શું છે તોશાખાના? જ્યાં રાખવામાં આવે છે લાખોની ભેટ

ફૈયાઝે 50 કિલો ઝિંક ફોસ્ફાઇડ મંગાવ્યું હતું

ડીસીપી જયંત મીણાએ જણાવ્યું કે, 'પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો છે કે તેણે કુલ 30 હજાર ખાલી કેપ્સ્યુલ અને 50 કિલો ઝિંક ફોસ્ફાઇડ (ઉંદર મારવાનું ઝેરી કેમિકલ) મંગાવ્યું હતું, જે અત્યંત ઝેરી પદાર્થ છે.' પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ પુણેના રહેવાસી ફૈયાઝ પ્રેમજી તરીકે થઈ છે, જે કલર (પેઇન્ટ)નો બિઝનેસ કરે છે અને બીબીએ (BBA) ગ્રેજ્યુએટ છે. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે તેણે ઘણા દિવસો સુધી પોતાના ઠેકાણા પર કેપ્સ્યુલ્સમાં ઝેર ભરવાનું કામ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આ કેપ્સ્યુલ ખાવાને કારણે સલમાન સૈયદ નામના વ્યક્તિની તબિયત બગડી હતી. પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઝેર આપવા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

ભાયખલા પોલીસે આરોપી પાસેથી 14,900 ઝેરી કેપ્સ્યુલ જપ્ત કરી છે. દરેક કેપ્સ્યુલમાં આશરે એક ગ્રામ ઝિંક ફોસ્ફાઇડ ભેળવવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વર્ષ 2025માં ઈરાન અને ઈરાક ગયો હતો. પોલીસ તમામ પાસાઓથી આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109, 110 અને 123 હેઠળ ઝેર આપવા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફૈયાઝ પ્રેમજી શિયા ખોજા મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.

બેંગલુરુમાં હૃદય કંપાવી દેતી ઘટના : બાઈક સવારનાં માથા પર અચાનક તૂટી પડી ઝાડની ડાળી, ગંભીર ઈજાથી કોમામાં પહોંચ્યો

આરોપી એક વર્ષમાં 19 વખત ઈરાન-ઈરાક ગયો

ફૈયાઝની બહેન ઈરાનમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે, જ્યારે તેની માતા પણ ઈરાનમાં રહે છે. તેની પત્ની સાથે તેનો ડિવોર્સ (છૂટાછેડા) થઈ ચૂક્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2019થી 2025 વચ્ચે ફૈયાઝ અવારનવાર ઈરાન અને ઈરાકની મુલાકાત લઈ ચૂક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, માત્ર છેલ્લા એક વર્ષમાં જ તે 19 વખત ઈરાન અને ઈરાક ગયો હતો. ફૈયાઝ પ્રેમજી પુણેના વિમાન નગર વિસ્તારમાં રહે છે, જ્યાં તેનો પેઇન્ટનો બિઝનેસ છે. મુંબઈ આવવા દરમિયાન તે ડોંગરી વિસ્તારની એક ગેસ્ટ હાઉસ અને ડોર્મિટરીમાં રોકાયો હતો.

પોલીસ હવે એ શોધવામાં જોતરાઈ છે કે તેની આ યાત્રાઓનો હેતુ શું હતો અને શું આરોપી કોઈના પ્રભાવ હેઠળ હતો કે પછી કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, હાલમાં કોઈ આતંકી સંગઠન સાથે તેની સંડોવણીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. હાલ પોલીસ આરોપીના મોબાઈલ ફોન, ડિજિટલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને સંપર્કોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સાથે જ આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠન સામેલ હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રામ મંદિર દાન ચોરી કેસમાં નવા ખુલાસા : અનુકલ્પ મિશ્રા 'માસ્ટરમાઇન્ડ' હોવાના દાવા, અનેક સ્થળોએ દરોડા; ચંપત રાયને લઈને પણ ચર્ચા ગરમાઈ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now