Home Gujarat Ahmedabad Ahmedabad Saraspur Mevani Protest Congress Conflict

કોંગ્રેસના જ કાર્યકરોએ પાડ્યો Jignesh Mevani નો વારો! : વિરોધ અને કાળા વાવટાના લીધે અધવચ્ચે જ પ્રચાર છોડી ભાગવું પડ્યું

જીગ્નેશ મેવાણીનો કાળા ઝંડા સાથે વિરોધ
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 20, 2026, 12:46 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ માટે સરસપુર વિસ્તારમાં પ્રચાર દરમિયાન અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ્યારે સરસપુર-રખિયાલ વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે તેમને પોતાના જ પક્ષના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ કોંગ્રેસની આંતરિક અસંતોષની સ્થિતિને ખુલ્લી મૂકી દીધી છે.

મળતી માહિતી મુજબ, સરસપુર-રખિયાલ વોર્ડમાં ઉમેદવારી અંગે અંતિમ ક્ષણે લેવાયેલા નિર્ણયોથી કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાયો હતો. જણાવવામાં આવે છે કે સિનિયર નેતાઓના દબાણ અને જીદના કારણે અગાઉ નક્કી કરાયેલા ઉમેદવારોના મેન્ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે લાંબા સમયથી કાર્યરત અને સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાઈ ગઈ હતી, જેનાથી ભારે નારાજગી ફાટી નીકળી છે.

પ્રચાર દરમિયાન કાળા ઝંડા અને નારા

19 એપ્રિલ 2026 ના રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. આ જ અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સરસપુર વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. જોકે, અહીં કોંગ્રેસના જ કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ દરમિયાન “હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે પ્રચાર કાર્યક્રમમાં અસ્થિરતા સર્જાઈ હતી. આ ઘટના દર્શાવે છે કે પક્ષની અંદર ટિકિટ વિતરણ મુદ્દે ઊંડો અસંતોષ છે, જે ચૂંટણી સમયે પાર્ટી માટે પડકારરૂપ બની શકે છે.

ચૂંટણી ખર્ચ અને ફંડિંગ મુદ્દે ઉઠ્યા પ્રશ્નો

આ ઘટનાની વચ્ચે ચૂંટણી ખર્ચને લઈને પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ વિસ્તારો વિશાળ હોવાને કારણે ઉમેદવારોને પ્રચાર માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કેટલાક ઉમેદવારોએ સ્વીકાર્યું છે કે પાર્ટી તરફથી પૂરતું ફંડ ઉપલબ્ધ થતું નથી અને મોટાભાગનો ખર્ચ તેમને જાતે જ ઉઠાવવો પડે છે.

ખાસ કરીને કોંગ્રેસમાં ટિકિટ મેળવવા માટે જ આર્થિક લેવડદેવડના આક્ષેપો થતા હોય છે, તે પરિસ્થિતિમાં ઉમેદવારોને પ્રચાર ખર્ચ માટે પાર્ટી તરફથી કેટલું સહાય મળે છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: "અમારી પાસે કશું જ નથી...!" : જાણો આટલું કહેતા કેમ ભાવુક થઈ ગયા AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ મુખ્ય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની અંદરની અશાંતિ અને કાર્યકર્તાઓનો અસંતોષ રાજકીય સમીકરણોને અસર કરી શકે છે.

આગામી દિવસોમાં પાર્ટી નેતૃત્વ આ મુદ્દાને કેવી રીતે સંભાળે છે અને કાર્યકર્તાઓનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શું પગલાં લે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now