Home Gujarat Ahmedabad Ahmedabad Rain Relief From Heat July 2026

ફરી અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : આ વિસ્તારોમાં શરૂ થયો મેઘો, ઓફિસથી ઘરે પરત ફરતા લોકો વરસાદમાં ભીંજાયા

Ahmedabad Rains
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 01:00 PM IST

Ahmedabad Rains: લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આખરે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદના આગમનની સાથે જ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે.

કોના બાપની દિવાળી! : MS યુનિવર્સિટીના B.Com પ્રવેશમાં નવો વિવાદ; 20 લાખનું ગેરકાયેદાસર ઉઘરાણું!

ઓફિસેથી પરત ફરતા લોકો વરસાદમાં નહાયા

સાંજના સમયે જ્યારે લોકો પોતાની ઓફિસ અને કામધંધેથી ઘરે પરત ફરી રહ્યા હતા, બરાબર એ જ સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો. રસ્તા પર જતા વાહનચાલકો અને નોકરિયાત વર્ગ અચાનક શરૂ થયેલા આ વરસાદમાં ભીંજાયા હતા. ઘણા લોકોએ લાંબા સમય પછી આવેલા આ વરસાદનો આનંદ માણ્યો હતો, તો કેટલાકે ઓવરબ્રિજ નીચે આશરો લેવો પડ્યો હતો જેને કારણે ટ્રાફિકની ગતિ થોડી ધીમી પડી હતી.

શહેરના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ?

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જો મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ અમદાવાદના મણિનગર અને બાપુનગરમાં જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાણીપ અને નિકોલમાં પણ રોડ-રસ્તા પાણીથી તરબતર થઈ ગયા હતા. એસ.જી. હાઇવે અને તેની આસપાસના કોર્પોરેટ વિસ્તારોમાં કરા સાથે અથવા ભારે ઝાપટાં પડતાં વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું.

માટી સાથેનો નાતો ક્યારેય છૂટતો નથી! : સિહોરની વાડીમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ટ્રેક્ટર ચલાવી કરી વાવણી, ખેડૂતો સાથે માણ્યું સીમનું ભાતું!

હવામાન વિભાગની આગાહી સાચી પડી

નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર અમદાવાદ જ નહીં પરંતુ મધ્ય ગુજરાતસ સૌરાષ્ટ્ર (અમરેલી સહિતના વિસ્તારો), દક્ષિણ ગુજરાત (સુરત અને વડોદરા/બરોડા). આ તમામ ભાગોમાં આગામી દિવસોમાં હજુ પણ સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો, આ વરસાદે અમદાવાદીઓને અસહ્ય બફારામાંથી મુક્તિ અપાવીને ચહેરા પર ખુશી લાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now