Home Gujarat Ahmedabad Ahmedabad Sabarmati Sinkhole Road Closed Rain

અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ : સાબરમતી સ્નાનાગાર પાસે મસમોટો ભુવો, 2 કિમી રસ્તો બંધ

સાબરમતી સ્નાનાગાર પાસે રસ્તા પર પડેલો મસમોટો ભુવો અને સુરક્ષા માટે બંધ કરાયેલો માર્ગ.
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 10:05 AM IST

Ahmedabad News: અમદાવાદમાં સતત વરસાદ વચ્ચે શહેરમાં ભુવા પડવાની સમસ્યા ફરી સામે આવી છે. સાબરમતી સ્નાનાગાર પાસે રસ્તા પર મસમોટો ભુવો પડતા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી.

ભુવો પડવાના કારણે સાબરમતી પાવર હાઉસથી સાબરમતી BRTS સુધીનો આશરે 2 કિલોમીટર લાંબો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર આ માર્ગ પરથી પસાર થતા વાહનોને BRTS રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ભુવાના કારણે ટ્રાફિક પર અસર જોવા મળી રહી છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. સંબંધિત વિભાગ દ્વારા ભુવો પૂરવાની અને માર્ગને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now