Home Gujarat Jitu Vaghani Tractor Sowing Sihor Vadi Farm Visit

માટી સાથેનો નાતો ક્યારેય છૂટતો નથી! : સિહોરની વાડીમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ટ્રેક્ટર ચલાવી કરી વાવણી, ખેડૂતો સાથે માણ્યું સીમનું ભાતું!

Bhavnagar News
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 12:27 PM IST

Bhavnagar News: "ઢેફું તોડીને ધાન પકવતી જનેતાની કુખે જન્મેલા, પોતાના લોહી-પાણી એક કરીને ધરતી સિંચીને ‘કણમાંથી મણ’ પકવતા મારા કાઠીયાવાડ અને ગુજરાતના ધરતીપુત્રોને... જેઓ ટાઢ, તડકો, વાવાઝોડું કે પૂર હોય, તોય દેશ-દુનિયાનો ખાડો પૂરવા અડીખમ ઊભા રહે છે, એવા જગતના તાતને આ ખેડૂત પુત્રના કોટી કોટી વંદન."

આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નહીં, પરંતુ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને એક સાચા ખેડૂત પુત્ર જીતુ વાઘાણીના છે. તાજેતરમાં સિહોર સ્થિત વાડી ખાતે મંત્રીએ પોતાના વ્યસ્ત રાજકીય શિડ્યુલમાંથી સમય કાઢીને એક અનોખો અંદાજ વહેતો કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ગાંધીનગરમાં અચાનક વાતાવરણ પલટાયું! : હળવા વરસાદી ઝાપટાંથી અસહ્ય ઉકળાટ વચ્ચે નાગરિકોને મળી મોટી રાહત

ધરતીમાતા અને ગૌમાતાના આશીર્વાદ સાથે વાવણીની શરૂઆત

રાજ્યના મંત્રી હોવા છતાં માટી પ્રત્યેનો તેમનો પ્રેમ અકબંધ જોવા મળ્યો હતો. સિહોરની વાડીમાં ધરતીમાતા અને ગૌમાતાના આશીર્વાદ લઈને મંત્રી જીતુ વાઘાણી જાતે ખેતરમાં ઉતર્યા હતા. તેમણે સ્વયં ટ્રેક્ટરના સ્ટેયરીંગ પર બેસીને હોંશે-હોંશે વાવણી કરી હતી. સીમની ધૂળની સુગંધ અને કપાળે વળેલા પરસેવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "આ આનંદ જગત આખાયમાં કશે ન મળે! આ તો કાળજાનો કટકો છે, એને શબ્દોમાં કેમ વર્ણવવો?"

ઝાડવાની છાયામાં 'સીમનું ભાતું' અને રોટલાની મોજ

ખેતરમાં માત્ર વાવણી જ નહીં, પરંતુ મંત્રીએ ત્યાં હાજર અન્ય ખેડૂત ભાઈઓ સાથે પૂરી સહજતાથી સમય વિતાવ્યો હતો. બપોરે ઘેઘૂર ઝાડના છાંયડે પંગત ગોઠવાઈ હતી, જ્યાં મંત્રીએ બધા સાથે જમીન પર બેસીને દેશી શૈલીમાં 'સીમનું ભાતું' માણ્યું હતું અને બાજરાના રોટલાની મોજ લીધી હતી. મંત્રીનો આ સરળ અને માટીથી જોડાયેલો અંદાજ જોઈને સ્થાનિક ખેડૂતો પણ ગદ્ગદિત થઈ ગયા હતા.

માત્ર 30 મિનિટના વરસાદે અંબાજીમાં તંત્રની પોલ ખોલી : મુખ્ય માર્ગો બન્યા બેટ, વાહનચાલકો અને યાત્રિકો મુશ્કેલીમાં!

ડબલ એન્જિન સરકાર: ખેડૂતોના પડખે કાયમ ઢાલ

આ પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે, "વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વમાં આજે ડબલ એન્જિન સરકારની ખેડૂતલક્ષી નીતિઓથી ખેડૂતના આંગણે સમૃદ્ધિ અને સુખનો સૂર્યોદય થયો છે. સરકાર હંમેશા ખેડૂતોના પડખે કાયમ ઢાલ બનીને ઊભી છે."

સાદગીનો સંદેશ

એક ઉચ્ચ પદ પર હોવા છતાં પોતાની પરંપરા, સંસ્કૃતિ અને કાળી મજૂરી કરતા ખેડૂતો પ્રત્યેનો આ આદર દર્શાવે છે કે માણસ ગમે તેટલો ઊંચો પહોંચે, પણ તેની માટી સાથેનો નાતો ક્યારેય છૂટતો નથી.

ગુજરાતમાં છેલ્લા 36 દિવસમાં 777 લોકોનું સ્થળાંતર, 60નું રેસ્ક્યુ : NDRF-SDRFની 35 ટીમો દિવસ-રાત મેદાને, તંત્ર હાઈ એલર્ટ પર


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now