Home Gujarat Gandhinagar Light Rain Weather Update July 2026

ગાંધીનગરમાં અચાનક વાતાવરણ પલટાયું! : હળવા વરસાદી ઝાપટાંથી અસહ્ય ઉકળાટ વચ્ચે નાગરિકોને મળી મોટી રાહત

Gandhinaga Rains
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 12:15 PM IST

Gandhinagar News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા ગાંધીનગરવાસીઓને આજે મેઘરાજાએ ઠંડકભરી રાહત આપી છે. બપોર પછી અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો.

શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી

ગાંધીનગરના સેક્ટર વિસ્તારો અને આસપાસના પરિસરમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ક્ષણભરમાં જ ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી અકળાયેલા લોકોએ ઘરની બહાર નીકળીને આ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા, જેને પગલે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી.

ગુજરાતમાં છેલ્લા 36 દિવસમાં 777 લોકોનું સ્થળાંતર, 60નું રેસ્ક્યુ : NDRF-SDRFની 35 ટીમો દિવસ-રાત મેદાને, તંત્ર હાઈ એલર્ટ પર

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં આવો જ વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક સ્તરે સર્જાયેલી સિસ્ટમને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

ગાંધીનગરના એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી એટલો બધો ઉકળાટ હતો કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. પણ આજના આ અણધાર્યા વરસાદે વાતાવરણ એકદમ ખુશનુમા બનાવી દીધું છે. લાંબા સમયના આકરા તડકા બાદ પડેલા આ હળવા વરસાદે ગાંધીનગરના પ્રકૃતિપ્રેમી નાગરિકોના ચહેરા પર ખુશી લાવી દીધી છે.

અમદાવાદના સેટેલાઈટમાં ભૂવો પડ્યો : 20 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી, પ્રોટેક્શન વોલ ધરાશાયી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now