Home Gujarat Ahmedabad Ats Search Operation Bhagal Palanpur Banaskantha

રથયાત્રા પૂર્વે ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ કનેક્શનમાં પાલનપુરના ભાગળ ગામમાં સર્ચ અને રિકન્સ્ટ્રક્શન

ATS Gujarat
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 01:38 PM IST

Ahmedabad News: રાજ્યમાં રથયાત્રા પૂર્વે ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ તત્વો સામે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો. રિમાન્ડ પર રહેલા આરોપીઓને સાથે રાખીને ATSની ટીમ ગામમાં પહોંચી હતી અને અનેક સ્થળોએ તપાસ, સર્ચ તેમજ ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તપાસ દરમિયાન ચાર આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ ટીમ આરોપીઓને લઈને અન્ય સ્થળોએ વધુ તપાસ માટે રવાના થઈ.

સુરતમાં અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : ડીંડોલી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં આજે ATSની ટીમે કડક સુરક્ષા વચ્ચે તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ પર રહેલા આરોપીઓને સાથે રાખી ટીમ ગામમાં પહોંચી હતી, જ્યાં તપાસના ભાગરૂપે ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.તપાસ દરમિયાન અહેમદ ગાજીવાલા અને મુદ્સીર ગાજીવાલાના ઘરે લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ ટીમ ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ઘઘાના ઘરે પહોંચી અને ત્યાં પણ સઘન તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ઘઘા બે આરોપીઓના મામા હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓની કાર્યવાહી દરમિયાન કાશ્મીરમાં તાલીમ લીધી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જોકે આ સંબંધિત તમામ બાબતોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.ભાગળ ગામમાંથી કુલ પાંચ લોકો આતંકી પ્રવૃત્તિઓના કેસમાં તપાસના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

કોણ છે ચંપત રાય? જેમણે રામ મંદિર આંદોલન માટે નોકરી છોડી દીધી : હવે દાન ચોરીના વિવાદ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવનું પદ ગુમાવ્યું

દિવસભર ચાર આરોપીઓના ઘરે સર્ચ પૂર્ણ કર્યા બાદ ATSની ટીમ તમામ આરોપીઓને સાથે લઈને અન્ય સ્થળોએ વધુ તપાસ માટે રવાના થઈ હતી. ભાગળ ગામમાં દિવસભર ચાલેલી ATSની કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હવે તપાસમાં આગળ કયા નવા ખુલાસા થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now