Home Gujarat Ahmedabad Amc Election Result Bjp Congress Analysis

અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી : ભાજપે ગુમાવી ગઢ ગણાતી ખાડિયા બેઠક

AMC ઓફીસની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 28, 2026, 01:03 PM IST

અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. અનુસૂચિત જાતિ માટે 10 (મહિલા 10), અનુસૂચિત જનજાતિ માટે 1 (મહિલા 1), પછાત વર્ગ માટે 26 (મહિલા 26) બેઠકો અનામત છે. સામાન્ય વર્ગમાં 59 બેઠકો છે, જેમાં 59 મહિલાઓ માટે છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Results Live Updates : ભાજપનો ઘોડો વિનમાં... કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો... આપનું ભાવિ અધ્ધરતાલ! જાણો ચૂંટણીના ફાઇનલ પરિણામો

ભાજપની જીત

નારણપુરા

ઘાટલોડિયા

સાબરમતી

મણિનગર

પાલડી

જોધપુર

વેજલપુર

અમરાઈવાડી

ચાંદખેડા

નિકોલ

નવા વાડજ

ઈસનપુર

ગોતા

ચાંદલોડિયા

અમરાઈવાડી

ગોતા

કોંગ્રેસની જીત

દરિયાપુર

વોર્ડ 35 બહેરામપુરા

બાપુનગર વોર્ડમાં ચાર બેઠક પૈકી 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જયમન શર્માનો વિજય

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બહુમતી માટે જરૂરી 96 બેઠકોનો આંકડો ભાજપે વટાવી લીધો છે.

આ પણ વાંચો: સુરતમાં ભાજપની ભવ્ય જીત : 120 માંથી 115 બેઠકો પર ભગવો લહેરાયો, જાણો તમારા વિસ્તારમાં કયા પક્ષનો વિજય થયો?

ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં પડ્યું ગાબડું

ચૂંટણી પરિણામોમાં ભાજપ માટે મોટો અપસેટ સામે આવ્યો છે. અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ગાબડું પડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરના ખાડિયા વોર્ડમાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતી. ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા અને સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભાજપ નેતા અને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયામાં ભારે વાક યુદ્ધ ચાલ્યું હતું. ત્યાર બાદ આવેલાં આ પરિણામો ખુબ સુચક ગણી શકાય.

વર્ષ 2026 ચૂંટણી પરિણામઃ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

દરેક વોર્ડમાં 4-4 બેઠકો

કુલ વોર્ડ- 48

કુલ બેઠક -192

ભાજપ-160

કોંગ્રેસ-32

વર્ષ 2021 ચૂંટણી પરિણામઃ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

દરેક વોર્ડમાં 4-4 બેઠકો

કુલ વોર્ડ- 48

કુલ બેઠક -192

ભાજપ 160 બેઠક

કોંગ્રેસ 24 બેઠક

AIMIM 7 બેઠક

અપક્ષ 1 બેઠક

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પરિણામોએ ચોંકાવ્યાં : કઈ-કઈ જગ્યાએ થયો મોટો ઉલટફેર?

અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપની જીત

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ધોળકા નગરપાલિકામાં 36 માંથી 31 બેઠકો જીતી ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. વિરમગામ નગરપાલિકામાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખતા 36 માંથી 26 બેઠકો કબજે કરી છે. બીજી તરફ, બારેજા નગરપાલિકામાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, જ્યાં તેને 13 બેઠકો મળી છે, જ્યારે 11 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતની 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે થઈ. પરિણામો જાહેર જાહેર થઈ ચૂક્યા છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. જેને કારણે 9992 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ભાજપને 160 તો કોંગ્રેસનો 32 સીટ પર વિજય મળ્યો છે. જયારે આ વખતે ઓવૈસીની પાર્ટીનો સફાયો થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now