Home Gujarat Surat Surat Municipal Corporation Election Results 2026 Bjp Victory Aap Loss News

સુરતમાં ભાજપની ભવ્ય જીત : 120 માંથી 115 બેઠકો પર ભગવો લહેરાયો, જાણો તમારા વિસ્તારમાં કયા પક્ષનો વિજય થયો?

Surat SMC Result 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 12:15 PM IST

Surat Municipal Corporation Election Results 2026: ગુજરાતની આર્થિક રાજધાની અને 'હીરાનગરી' તરીકે ઓળખાતા સુરત મહાનગરપાલિકાના પરિણામોએ ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વર્ષ 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના મતદારોએ સ્પષ્ટ જનમત આપ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે, જ્યારે ગત ચૂંટણીમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી (AAP) માટે આ વખતે રસ્તો કપરો સાબિત થયો છે.

ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું. ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે થયેલા આ જંગમાં ભાજપે મોટાભાગની પેનલો પર વિજય મેળવીને સત્તાના સૂત્રો ફરી પોતાના હાથમાં લીધા છે. કોંગ્રેસ માટે આ વખતે પણ સ્થિતિ બહુ આશાસ્પદ રહી નથી. ખાસ કરીને વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારો, જે અગાઉ 'આપ' ના ગઢ ગણાતા હતા, ત્યાં ભાજપે આક્રમક પ્રચાર અને વ્યૂહરચના દ્વારા ગાબડા પાડવામાં સફળતા મેળવી છે. આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ દિશાસૂચક માનવામાં આવી રહ્યા છે.

ભાજપની પ્રચંડ આગેકૂચ: 'કમળ' ખીલ્યું, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

સુરતમાં ભાજપની જીત પાછળ સંગઠનની શક્તિ અને પેજ સમિતિના મોડેલને મુખ્ય કારણ માનવામાં આવે છે. મતગણતરી કેન્દ્રો પરથી જેમ જેમ પરિણામો આવતા ગયા, તેમ તેમ ભાજપના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યત્વે આર્થિક વિકાસ, મેટ્રો પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ પર ભાજપે મતો માંગ્યા હતા, જેમાં તેમને મોટી સફળતા મળી છે. પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પણ ભાજપે આ વખતે નોંધપાત્ર દેખાવ કર્યો છે.

આ પણ વાંચો: સુરત મતગણતરી કેન્દ્ર બહાર હાઈવોલ્ટેજ ડ્રામા : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને-સામને આવતા વાતાવરણ તંગ, પોલીસે મામલો થાળે પાડ્યો

સુરત મહાનગરપાલિકા વિજેતા ઉમેદવારોની યાદી - 2026

વોર્ડ નંબર

વોર્ડનું નામ

વિજેતા ઉમેદવારનું નામ

પક્ષ

મળેલા મત

1

જહાંજીરપુરા

નયનાબેન ડોબરીયા

ભાજપ

37,144

ભાવિશાબેન પટેલ

ભાજપ

35,993

રાજેન્દ્રભાઈ પટેલ

ભાજપ

35,102

વિજયભાઈ ભાટિયા

ભાજપ

33,555

2

અમરોલી

ચંદ્રિકાબેન અસોદારીયા

ભાજપ

41,555

જૈનેશભાઈ જાદવ

ભાજપ

37,844

મનીષાબેન ખેર

ભાજપ

37,285

મનુભાઇ બલર

ભાજપ

37,072

3

વરાછા

કાવ્યા પટેલ

ભાજપ

38,560

સુરેશભાઈ ધોમાલિયા

ભાજપ

34,349

મીતાબેન મકવાણા

ભાજપ

34,068

વિશાલભાઈ રાઠોડ

ભાજપ

33,695

4

કાપોદ્રા

અરવિંદભાઈ કાકડિયા

ભાજપ

17,661

મહેશભાઈ કાકડિયા

ભાજપ

16,244

હેતલ પરમાર

ભાજપ

15,935

હંસાબેન ગજેરા

ભાજપ

15,651

5

ફૂલપાડા

જયબેન વોરા

ભાજપ

18,987

મહેન્દ્ર દેસાઈ

ભાજપ

18,361

ડો. વિક્રમ (વિષ્ણુ) દેસાઈ

ભાજપ

16,923

સ્વાતીબેન પટેલ

ભાજપ

16,749

6

કતારગામ

જયશ્રીબેન વરિયા

ભાજપ

26,604

કેતા દેસાઈ

ભાજપ

25,921

દક્ષેશ માવાણી

ભાજપ

25,196

રમેશભાઈ ખોરડ

ભાજપ

23,735

7

વેડ

ઈશ્વરભાઈ નારોલા

ભાજપ

27,653

સોનુબેન આંબલીયા

ભાજપ

25,079

દેવ્યાનીબેન ઠુમ્મર

ભાજપ

25,003

રઘુભાઈ ખુંટ

ભાજપ

23,927

8

ડભોલી

પરેશભાઈ સાકરીયા

ભાજપ

30,112

ભૂપેન્દ્રભાઈ રાઠોડ

ભાજપ

27,427

વંદના ઘોઘારી

ભાજપ

27,079

માયા પાટીલ

ભાજપ

26,546

9

રાંદેર

દિગ્વિજયસિંહ બારડ

ભાજપ

34,918

રાજનભાઈ પટેલ

ભાજપ

33,324

નૈન્સી શાહ

ભાજપ

32,846

હિના ટાંક

ભાજપ

32,011

10

અડાજણ

ઉર્વશીબેન પટેલ

ભાજપ

41,447

નિલેશ પટેલ

ભાજપ

39,049

મીનાક્ષીબેન પપૈયા

ભાજપ

36,295

રાજુભાઈ પ્રિયદર્શી

ભાજપ

36,131

11

ગોરાટ

અલ્પાબેન મહેતા

ભાજપ

27,581

વૈશાલી શાહ

ભાજપ

25,772

પરિમલભાઈ ચાસિયા

ભાજપ

25,762

હર્ષ મહેતા

ભાજપ

23,298

12

સૈયદપુરા

આરતીબેન પટેલ

ભાજપ

21,624

કિશોરભાઈ માયાણી

ભાજપ

20,832

અરશદ જરીવાલા

કોંગ્રેસ

20,769

હેમાક્ષી ચૌહાણ

ભાજપ

20,489

17

પુણા (પૂર્વ)

ધર્મેશભાઈ ભંડેરી

AAP

23,616

રચના હિરપરા

AAP

22,479

અસ્મિતા ધોરાજીયા

AAP

22,336

પંકજ ચાવડા

AAP

22,289

22

ભટાર

દિપેશભાઈ પટેલ

ભાજપ

39,508

શીતલ પટેલ

ભાજપ

34,614

રશ્મિ સાબુ

ભાજપ

33,720

હિમાંશુ રાઉલજી

ભાજપ

32,876

30

સચિન

રીનાસિંહ રાજપૂત

ભાજપ

27,155

આરતીબેન ચૌધરી

ભાજપ

26,629

ચિરાગકુમાર સોલંકી

ભાજપ

25,999

ભરતભાઈ પટેલ

ભાજપ

25,642

AAPના ગઢમાં ગાબડું: શું વિપક્ષી વ્યૂહરચના નિષ્ફળ રહી?

ગત ચૂંટણીમાં 27 બેઠકો જીતીને વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ પરિણામો આંચકાજનક છે. જોકે કેટલાક વોર્ડમાં 'આપ' ના ઉમેદવારોએ જોરદાર ટક્કર આપી છે, પરંતુ પેનલ ટુ પેનલ જીતવામાં ભાજપ આગળ નીકળી ગયું છે. કતારગામ અને વરાછામાં પાટીદાર મતોનું વિભાજન અને ભાજપ તરફી ઝુકાવ 'આપ' ને ભારે પડ્યો હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ થવાની આરે છે, જે સુરતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગને બદલે હવે દ્વિપાંખિયા જંગ તરફ ઈશારો કરે છે.

વોર્ડ વાઈઝ મહત્વના પરિણામો અને ઉલટફેર

ચૂંટણીમાં અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો થયો છે:

  • વરાછા/કતારગામ: આ વિસ્તારોમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી, જેમાં ભાજપે અનેક બેઠકો આંચકી લીધી છે.

  • અડાજણ/પાલ: ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.

  • લીંબાયત/ઉધના: શ્રમિક વિસ્તારોમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now