Abhishek Banerjee: બંગાળમાં સુભેન્દુ સરકારના આવ્યા બાદ ટીએમસી (TMC) ના મુશ્કેલ દિવસો શરૂ થઈ ગયા છે. સત્તા સંભાળ્યાને હજુ થોડા જ દિવસો થયા છે અને ત્યાં આજે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે બંગાળ પોલીસ પહોંચી છે. મળતી માહિતી મુજબ, 7 દિવસ પહેલા જ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિષેકને એક નોટિસ આપવામાં આવી હતી, જે બાદ હવે પોલીસ તેમના ઘરે પહોંચી છે.
અમૃતસરમાં Kapil Sharmaના ઘરની બહાર ફાયરિંગ : પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા
અહેવાલો અનુસાર, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને ગેરકાયદેસર દબાણ (અતિક્રમણ) મામલે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને 7 દિવસ પહેલા નોટિસ ફટકારી હતી. જેનો અત્યાર સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ નોટિસ બાદ જ આજે બંગાળ પોલીસ ભારે પોલીસ કાફલા સાથે ૧૮૮-એ હરીશ મુખર્જી રોડ પર સ્થિત અભિષેક બેનર્જીના ઘર 'શાંતિ નિકેતન' પહોંચી હતી.
નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવીને સરકાર બનાવી છે.






