Home National Gulmarg Gondola Technical Snag Tourists Rescued Jammu Kashmir

Gulmarg Gondola: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં મોટી દુર્ઘટના ટળી! : અધવચ્ચે રોપ-વે બંધ, 300 પ્રવાસીઓ ફસાયા, સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

Gulmarg Gondola
Published by: Viral Patel
Last Updated: May 25, 2026, 11:01 AM IST

Gulmarg Gondola: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત ગુલમર્ગ રોપ-વેમાં ખામી સર્જાતા સેંકડો પ્રવાસીઓ હવામાં અધવચ્ચે ફસાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, લગભગ 300 જેટલા લોકો રોપ-વેના કેબિનમાં ફસાયેલા છે. રોપ-વેની કેબિન અચાનક બંધ થઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હવામાં ફસાયેલા પ્રવાસીઓ ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા. તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સેના, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો જોડાઈ છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને ગભરાવાની જરૂર નથી.

'રશિયા અને ઈરાન સસ્તું તેલ આપવા તૈયાર, ભારત કેમ નથી ખરીદતું' : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર અરવિંદ કેજરીવાલનો કેન્દ્રને સવાલ

ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી

ગુલમર્ગમાં SDRF, NDRF અને ગુલમર્ગ ગોંડોલાની QRT ટીમ હંમેશા તૈનાત હોય છે, જેથી રાહત અને બચાવ કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ કરવામાં થોડી મુશ્કેલી આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. બચાવ ટીમો સીડીઓની મદદથી દરેક કેબિન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અનેક કલાકોની મહેનત બાદ મોટાભાગના પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયનું નિવેદન

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તકનીકી ખામીને કારણે ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર સેવા કામચલાઉ ધોરણે બંધ થયા બાદ સરકાર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. તમામ કેબિન સુરક્ષિત છે અને ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે તાલીમબદ્ધ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

ભારતના પ્રવાસે આવેલા માર્કો રુબિયોએ પત્ની સાથે નિહાળ્યો તાજમહેલ : વિશ્વની સાતમી અજાયબી જોઈ મંત્રમુગ્ધ થયા અમેરિકી વિદેશ મંત્રી

કોઈ જાનહાનિના સમાચાર નથી

ટેકનિકલ ટીમે જણાવ્યું છે કે આ સમગ્ર કેબલ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. કેબલ ખેંચતી મોટર્સને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now