Home Gujarat Aap Fifth Candidate List Gujarat Local Election

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું 5 મું લિસ્ટ જાહેર : ભાજપ-કોંગ્રેસના ગઢમાં મચશે ખળભળાટ?

ગોપાલ ઇટલીયા, ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 06, 2026, 01:09 PM IST

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે. ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આની સાથે જ AAP એ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. AAP એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ખૂબ જ મજબૂત ઉમેદવારો જાહેર કરીને જીતની દાવેદારી વ્યક્ત કરી છે.

AAP એ આ યાદીમાં ફરી એકવાર અગાઉની જેમ જ યુવાનો અને ખાસ કરીને સામાન્ય લોકોને મોકો આપ્યો છે. તમામ યુવાનો અને સામાન્ય લોકો, જેમને અત્યાર સુધી રાજકારણમાં તક મળી નથી, તેમને આમ આદમી પાર્ટી ગર્વ સાથે તક આપી રહી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સુરત મનપા. : AAP એ 75 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા, જુઓ તમારા વોર્ડની યાદી

આ પાંચમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી સમયમાં ગુજરાતમાં ભાજપના અત્યાચાર, લૂંટ અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ લોકોના અધિકારો માટેની લડાઈને આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે. તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રથમ વખત AAP એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ અને કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટી આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઊભા રાખી રહી છે અને પ્રજામાં એક પરિવર્તનની ઉમ્મીદ લઈને આવી છે. આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચોક્કસ ઐતિહાસિક પરિણામો લાવશે.

અલગ-અલગ મહાનગરપાલિાક માટે જાહેર કરાયેલા ઉમેદવાર

વિવિધ નગરપાલિકા માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ

વિવિધ તાલુકા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ

વિવિધ જિલ્લા પંચાયત માટે જાહેર કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now