Home Gujarat Surat Aap Surat Smc Candidate List 2026 Gujarati

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સુરત મનપા. : AAP એ 75 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા, જુઓ તમારા વોર્ડની યાદી

ગોપાલ ઇટલીયા, ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 05, 2026, 09:49 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે.

AAP દ્વારા સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકોમાંથી 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી માટે સુરત ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે 2021ની ચૂંટણીમાં અહીં પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી હતી. નવી યાદી જાહેર થતાં જ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા ઉમેદવારો સ્થાનિક સ્તરે સક્રિય અને પ્રભાવશાળી માનવામાં આવે છે.


બીજી તરફ કોંગ્રેસ પણ પાલિકા અને પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારીમાં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ કેટલાક પૂર્વ કોર્પોરેટરોને ફરી તક આપશે તેવી માહિતી મળી રહી છે. જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી અને રાજશ્રી કેસરીના નામો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

ભાજપની તૈયારી

ભાજપ તરફથી પણ ચૂંટણી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદમાં કુલ 192 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. દરેક વોર્ડમાં સંભવિત 12 નામો પર ચર્ચા કરીને અંતિમ ઉમેદવારો નક્કી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે, જે 5, 6 અને 7 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં NCPનો મોટો દાવ : તમામ પાલિકા-પંચાયતોમાં ઊભા રાખશે ઉમેદવારો, જાણો કયારે જાહેર કરશે ઉમેદવારોની યાદી

સાથે જ ભાજપે પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે. કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મતદારો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ મુખ્ય રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે અને આગામી દિવસોમાં વધુ ઉમેદવારોની જાહેરાત તથા પ્રચારમાં તેજી જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now