ગુજરાતમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ 10 ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા બાદ હવે, ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક પ્રાઇવેટ શાળામાં ભણતા ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પર પિસ્તોલથી ગોળી ચલાવી હતી. ગોળી શિક્ષકના જમણા ખભા નીચે વાગી હતી, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ પછી, ગુસ્સામાં વિદ્યાર્થીએ પોતાના લંચ બોક્સમાં છુપાયેલી પિસ્તોલ શાળામાં લાવીને રૂમમાં જ શિક્ષકને ગોળી મારી દીધી હતી.
આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં રોષ છે. ઉત્તરાખંડના સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલા શિક્ષકોએ આ ઘટનાના વિરોધમાં હડતાળ અને ધરણા પર ઉતર્યા છે.
કાશીપુર સહિત ઘણી જગ્યાએ આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે. હાલમાં, શિક્ષકની હાલત ગંભીર છે.
અમદાવાદમાં કરી ધોરણ 10ની હત્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
આ બાબતે નવો ઘટસ્ફોટ થયો છે. એક મીડીય સાથે તે જ સ્કૂલના વિદ્યાર્થીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે હુમલો કરનાર વિદ્યાર્થીએ છરી વડે નહિ પરંતુ ફિઝિક્સના એક સાધન વડે હુમલો કર્યો હતો. એટલું જ નહિ વિદ્યાર્થીએ શાળાની બેદકારી જણાવી અને કહ્યું ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્ચ હાજર હોવા છતાં કોઈએ મદદ કરી ન કરી. જેના કારણે સ્કૂલની ઓફિસ પાસે સ્ટુડન્ટે 30 મિનિટ સુધી લોહીલુહાણ બનીને તરફડિયા માર્યા મારતો રહ્યો.