Home Education/Career 8th Pay Commission Ops Vs Nps Debate

સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! : જૂની પેન્શન યોજના અને NPS પર આવ્યું મોટું અપડેટ

જૂની પેન્શન યોજના અને NPS પર અપડેટ દર્શવાતું દ્રશ્ય
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 01:50 AM IST

દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે 8મા પગાર પંચને લઈને ફરી એકવાર જૂની પેન્શન યોજના (OPS) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) મુદ્દે મોટી ચર્ચા શરૂ થઈ છે. લાંબા સમયથી વિવિધ કર્મચારી સંગઠનો OPS ફરી અમલમાં લાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમાં નિવૃત્તિ બાદ છેલ્લી બેઝિક સેલેરીના 50 ટકા સાથે મોંઘવારી ભથ્થું (DA) જોડાયેલી ગેરંટી પેન્શન મળતી હતી.

પરંતુ હવે સ્થિતિ અગાઉ જેવી રહી નથી. લગભગ બે દાયકાથી અમલમાં રહેલી NPS હેઠળ કર્મચારીઓ અને સરકારનું મળીને અંદાજે ₹16.5 લાખ કરોડનું ફંડ એકત્ર થઈ ચૂક્યું છે. આ જ કારણસર સંપૂર્ણપણે OPS પર પાછા ફરવું હવે આર્થિક અને વ્યવહારિક રીતે મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

OPS અને NPSમાં શું છે મોટો તફાવત?

OPS અને NPS વચ્ચેનો સૌથી મોટો તફાવત “ગેરંટી”નો છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીને નક્કી કરેલી પેન્શન મળતી હતી, જ્યારે NPS બજાર આધારિત (Market-linked) સિસ્ટમ છે. એટલે કે નિવૃત્તિ બાદ મળતી પેન્શન રોકાણના વળતર અને બજારની સ્થિતિ પર આધાર રાખે છે.

આ કારણસર ઘણા કર્મચારી સંગઠનો NPSને અસુરક્ષિત ગણાવે છે. All India NPS Employees Federation (AINPSEF) દ્વારા 8મા પગાર પંચને સોંપાયેલા મેમોરેન્ડમમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક કર્મચારીઓને NPS હેઠળ માત્ર ₹200થી ₹2,000 જેટલી પેન્શન મળી રહી છે, જે ભવિષ્ય માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો: CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ

NPS હવે દેશના ફાઇનાન્શિયલ માર્કેટનો મોટો ભાગ

કર્મચારી સંગઠનો હવે ખુદ સ્વીકારી રહ્યા છે કે OPS સંપૂર્ણ રીતે પાછી લાવવી સહેલી નથી. AINPSEFના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મનજીત સિંહ પટેલ અનુસાર NPSનું મોટાભાગનું ફંડ LIC, SBI, UTI જેવી સંસ્થાઓ મારફતે વિવિધ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાયેલું છે.

જો અચાનક આ ફંડ પાછું ખેંચવામાં આવે તો ન માત્ર રોકાણ પર અસર પડી શકે, પરંતુ દેશના નાણાકીય બજારોમાં પણ મોટો ઝટકો લાગી શકે છે.

હાલ NPS માત્ર પેન્શન યોજના પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતીય ફાઇનાન્શિયલ માર્કેટનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. કર્મચારીઓના પગારમાંથી દર મહિને 10 ટકા યોગદાન અને સરકાર તરફથી 14 ટકા સુધીનું યોગદાન સીધું બજારમાં રોકાય છે. Unified Pension Scheme (UPS) હેઠળ તો સરકારનું યોગદાન 18.5 ટકા સુધી હોવાનું જણાવાય છે.

અંદાજ મુજબ દર મહિને ₹12,000 કરોડથી વધુનું રોકાણ NPS મારફતે બજારમાં પ્રવેશે છે. તેથી NPS સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય બજારની લિક્વિડિટી અને નાણાકીય સંસ્થાઓ પર અસરકારક બની શકે છે.

આ પણ વાંચો: 119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો


હવે ‘હાઇબ્રિડ મોડલ’ની ચર્ચા તેજ

આ પરિસ્થિતિ વચ્ચે હવે કર્મચારી સંગઠનો OPS જેવી ગેરંટીવાળી સુરક્ષા NPS અથવા UPSમાં જ ઉમેરવાની માંગ વધુ જોરથી ઉઠાવી રહ્યા છે. સંગઠનોનું કહેવું છે કે NPS સંપૂર્ણ બંધ કરવાની જગ્યાએ તેમાં ગેરંટી પેન્શન, DA સુરક્ષા અને ન્યૂનતમ પેન્શન જેવી સુવિધાઓ ઉમેરવી જોઈએ.

તેમનો દાવો છે કે જ્યારે સરકાર પહેલેથી જ 18.5 ટકા સુધી યોગદાન આપી રહી છે, ત્યારે એ જ માળખામાં OPS જેવો “સિક્યુરિટી કવર” તૈયાર કરી શકાય છે.

8મા પગાર પંચની બેઠક પર સૌની નજર

8મો પગાર પંચ હવે સક્રિય તબક્કામાં પ્રવેશી ગયો છે અને દેશભરના કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. 22 અને 23 જૂન, 2026ના રોજ લખનૌમાં યોજાનારી બેઠકમાં પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર અને DA જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

વિશ્લેષકો માને છે કે આગામી સમયમાં ચર્ચા માત્ર OPS અને NPS સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારત ભવિષ્યમાં એવો “હાઇબ્રિડ પેન્શન મોડલ” તૈયાર કરી શકે છે કે નહીં તે મુદ્દો વધુ મહત્વનો બનશે — જેમાં કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળે અને સરકાર પર નાણાકીય બોજ પણ નિયંત્રિત રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now