Army Recruitment Gujarat: ભારતીય સેના, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તેમજ પોલીસ ફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે અમદાવાદમાં 30 દિવસની સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગ યોજના હેઠળ આ વિશેષ તાલીમ આપવામાં આવશે.
આ યોજના હેઠળ ગુજરાતના વધુમાં વધુ યુવાનો દેશની સુરક્ષા સાથે જોડાયેલા દળોમાં ભરતી થઈ શકે તે હેતુથી શારીરિક, માનસિક અને લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવશે. તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા પણ સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવશે.
કોણ અરજી કરી શકશે?
આ તાલીમ માટે માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારો પાસે નીચે મુજબની શારીરિક લાયકાત હોવી જરૂરી છે:
ઊંચાઈ: 168 સેમી
વજન: 50 કિલોગ્રામ
છાતી: 77 થી 82 સેમી
આ પણ વાંચોઃ AI ક્ષેત્રમાં કરિયર બનાવવું છે? : જાણો 2026ની ટોપ 7 જોબ્સ, જરૂરી સ્કિલ્સ અને કોર્સ વિશે
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ ઉમેદવારો
વય: 17.5 વર્ષથી 22 વર્ષ
30 દિવસની સઘન તાલીમ
આ તાલીમમાં ઉમેદવારોને નીચેના મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે:
શારીરિક ફિટનેસ અને દોડની તૈયારી
માનસિક ક્ષમતા વિકાસ
લેખિત પરીક્ષાની તૈયારી
ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન
તાલીમ સંપૂર્ણપણે નિવાસી હશે અને 30 દિવસ સુધી રહેવા-જમવાની વ્યવસ્થા સરકાર તરફથી નિઃશુલ્ક કરવામાં આવશે.
સ્ટાઈપેન્ડની પણ મળશે સુવિધા
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે.
ક્યાં સંપર્ક કરવો?
લાયકાત ધરાવતા અમદાવાદ જિલ્લાના ઇચ્છુક ઉમેદવારોએ કચેરીના કામકાજના દિવસોમાં નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો.
મદદનીશ નિયામક રોજગારની કચેરી
બહુમાળી ભવન, બ્લોક-A, પ્રથમ માળ
ગીરધરનગર બ્રિજ પાસે, અસારવા, શાહીબાગ
અમદાવાદ





