Home Business Delhi Cng Price Hike Petrol Diesel Rate Update 2026

CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ

CNG Latest Rate in Delhi
Published by: Viral Patel
Last Updated: May 23, 2026, 04:31 AM IST

CNG Latest Rate in Delhi: છેલ્લા 15 દિવસથી એવો સિલસિલો ચાલી રહ્યો છે કે જ્યારે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા છે, ત્યારપછી સીએનજી (CNG)ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા લગભગ 10 દિવસમાં સીએનજી 4 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈ ગયો છે.

સીએનજીના ભાવમાં વધારો (CNG Price Hike)

શનિવારની વહેલી સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગે લોકો હજુ ચર્ચા જ કરી રહ્યા હતા, ત્યાં જ સીએનજીના દર વધવાના સમાચાર પણ આવી ગયા. દિલ્હી-NCRમાં રહેતા લોકોને હવે ગેસના ભાવ પર મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે સવારે સીએનજીના ભાવમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીઓ દ્વારા ત્રીજી વખત ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. આ પહેલા પણ બે વારમાં કુલ 3 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થઈ ચૂક્યો છે. આ તાજેતરના વધારા બાદ દિલ્હીમાં CNGનો ભાવ વધીને 81.09 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ! : 10 દિવસમાં જ ત્રીજી વાર વધ્યા ભાવ, પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ

છેલ્લા 10 દિવસમાં કિંમતોમાં ત્રીજી વખત વધારો થયા બાદ રાજધાની દિલ્હીમાં સીએનજીનો પ્રાઇસ 81 રૂપિયાના મનોવૈજ્ઞાનિક આંકડાને પાર કરીને 81.09 પ્રતિ કિલો થઈ ગયો છે. દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં ગ્રાહકોએ એક કિલો ગેસ માટે 89.70 રૂપિયા ચૂકવવા પડશે. ગેસ કંપનીઓએ આ પહેલા 15 મેના રોજ CNGના ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વધાર્યા હતા. તેના થોડા જ દિવસો બાદ 18 મેના રોજ પણ ભાવમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી હવે સીએનજીના ભાવમાં આ ત્રીજો ઝટકો લાગ્યો છે.

મિડલ ઈસ્ટ સંકટે બગાડી રમત

CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘેરાઈ રહેલી એનર્જી કટોકટી (Energy Crisis) છે. મિડલ ઈસ્ટ (વેસ્ટ એશિયા)માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે ગ્લોબલ લેવલ પર ગેસ અને તેલના સપ્લાય પર માઠી અસર પડી છે. આ સંકટ વચ્ચે સરકારી તેલ અને ગેસ કંપનીઓએ વધેલા ઇનપુટ કોસ્ટ એટલે કે કાચા માલના ખર્ચનો બોજ ધીમે-ધીમે સામાન્ય ગ્રાહકો પર નાખવાનું શરૂ કરી દીધું છે. 15 મેથી શરૂ થયેલો ભાવ વધારાનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો

પ્રમુખ શહેરોમાં ગેસના નવા રેટ

તાજેતરના સુધારા બાદ દેશના અલગ-અલગ શહેરોમાં સીએનજી (CNG)ના ભાવ આસમાને પહોંચ્યા છે:

શહેર

નવો ભાવ (પ્રતિ કિલો)

દિલ્હી

₹ 81.09

નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા

₹ 89.70

ગુરુગ્રામ (હરિયાણા)

₹ 86.12

અજમેર (રાજસ્થાન)

₹ 90.44 (રેકોર્ડ સ્તર)

તેલ કંપનીઓને મોટું નુકસાન

ઘરગથ્થુ ગેસ અને ઇંધણની કિંમતોમાં આ તેજી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ના વધી રહેલા નુકસાનને ઓછું કરવા માટે કરવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL). જેવી મોટી સરકારી કંપનીઓ આજકાલ દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું ભારે નુકસાન વેઠી રહી છે. આ કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદી રહી હતી, પરંતુ મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સરકારે તેમને લાંબા સમય સુધી ભાવ વધારવાની મંજૂરી આપી ન હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now