Home Tech/Gadgets Youtube New Ai Remix Feature For Shorts Video Creation

YouTube લાવશે નવું AI ફીચર : હવે Shorts પરથી બનાવી શકાશે આખો વીડિયો, જાણો કેવી રીતે કરશે કામ

YouTube લાવશે નવું AI ફીચર
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 06:30 PM IST

જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો તો YouTube તમારા માટે એક શાનદાર ફીચર લાવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની એક AI પાવર્ડ રિમિક્સ ફીચર રજૂ કરશે, જેનાથી Shorts માંથી નવો વીડિયો બનાવવો અત્યંત સરળ બની જશે. હાલમાં આ ફીચરનું અંગ્રેજી ભાષાના ક્રિએટર્સ સાથે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને Shorts ના 'રિમિક્સ' મેનૂમાં સ્થાન આપવામાં આવશે, જ્યાં યુઝર્સ જાતે એડિટિંગ કરવાને બદલે માત્ર પ્રોમ્પ્ટ આપીને વિઝ્યુઅલ ફેરફારો કરી શકશે.

આ ફીચરમાં મળશે બે ખાસ ટૂલ્સ

આ નવા એઆઈ ફીચરમાં 'Add Object' અને 'Reimagine' નામના બે મહત્વના ટૂલ્સ ઉપલબ્ધ થશે:

  • Add Object: આ ટૂલની મદદથી યુઝર્સ Shorts માંથી લીધેલા કોઈપણ સીનમાં AI જનરેટેડ આઈટમ્સ ઉમેરી શકશે. YouTube ના જણાવ્યા પ્રમાણે, આ ફીચર 8 સેકન્ડ સુધીની ક્લિપ પર કામ કરશે. આનાથી ક્રિએટર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કર્યા વગર પોતાના વીડિયોમાં નવો વિઝ્યુઅલ ટ્વિસ્ટ લાવી શકશે.

  • Reimagine: આ ટૂલ Shorts ના કોઈપણ એક ફ્રેમને સંપૂર્ણપણે નવા AI જનરેટેડ વીડિયોમાં બદલી શકશે. આનો ઉપયોગ કરવા માટે યુઝર્સને સજેસ્ટેડ પ્રોમ્પ્ટ મળશે અથવા તેઓ પોતાની મરજી મુજબ પ્રોમ્પ્ટ લખીને વીડિયો જનરેટ કરાવી શકશે. રેફરન્સ માટે યુઝર્સ પાસે બે ફોટા અપલોડ કરવાનો વિકલ્પ પણ રહેશે. આ ટૂલ તે ક્રિએટર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ શોર્ટના કોઈ ખાસ સીનમાંથી નવું કન્ટેન્ટ બનાવવા માંગે છે.

ઓરિજનલ Shorts સાથે લિંક રહેશે વીડિયો

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા બનાવવામાં આવેલા તમામ વીડિયો ઓરિજનલ Shorts સાથે લિંક રહેશે, જેથી સોર્સ ક્રિએટર કોણ છે તેની જાણકારી મળી રહેશે. જો કોઈ ક્રિએટર એવું ઈચ્છતા હોય કે તેમના શોર્ટ્સમાંથી આવા રિમિક્સ વીડિયો ન બને, તો તેઓ કન્ટેન્ટ પર સ્ટાન્ડર્ડ રિમિક્સિંગ ઓપ્શનને ડિસેબલ પણ કરી શકશે. હાલમાં આ ફીચર પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે, જો તે સફળ રહેશે તો તેને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓના ક્રિએટર્સ માટે પણ રોલ આઉટ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now