Home Tech/Gadgets Youtube Earning Guide 2 Lakh Views Revenue 2026

YouTube Earning : તમારી ચેનલ પર 2 લાખ વ્યૂઝ આવે તો કેટલી કમાણી થાય? જાણો શું છે ગણિત

YouTube Earning
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 08:30 PM IST

યુટ્યુબ દ્વારા વર્ષ 2007માં ક્રિએટર્સ સાથે રેવન્યુ શેર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી આ મોડલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. યુટ્યુબ જાહેરાતો અને સબ્સ્ક્રિપ્શન દ્વારા થતી કુલ આવકમાંથી 55 ટકા હિસ્સો ક્રિએટર્સ, કલાકારો અને મીડિયા કંપનીઓને આપે છે, જ્યારે બાકીનો 45 ટકા હિસ્સો કંપની પોતાના ઓપરેશનલ ખર્ચ માટે રાખે છે.

કેવી રીતે શરૂ થાય છે કમાણી?

યુટ્યુબથી પૈસા કમાવવા માટે સૌથી પહેલા YouTube Partner Program (YPP) માં જોડાવું અનિવાર્ય છે. આ પ્રોગ્રામનો ભાગ બનવા માટે તમારી ચેનલ પર ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર અને 4,000 કલાકનો વોચટાઈમ હોવો જરૂરી છે. કમાણીના ગણિતમાં CPM અને RPM ખૂબ જ મહત્વના પાસાં છે.

જાહેરાતકર્તાઓ દર 1,000 એડ વ્યૂઝ માટે જે રકમ યુટ્યુબને ચૂકવે છે તેને CPM કહેવામાં આવે છે, જે ભારતમાં અંદાજે 20થી 150 રૂપિયાની વચ્ચે હોય છે. જ્યારે તમામ કપાત બાદ ક્રિએટરને જે રકમ મળે છે તેને RPM એટલે કે Revenue Per Mille કહેવામાં આવે છે.

2 લાખ વ્યૂઝ પર અંદાજિત કેટલી રકમ મળે?

વર્તમાન સમયમાં યુટ્યુબ સરેરાશ 1,000 વ્યૂઝ પર 50થી 200 રૂપિયા ચૂકવે છે. આ રકમ વીડિયોની કેટેગરી, ઓડિયન્સનું લોકેશન અને વીડિયોના ફોર્મેટ પર આધાર રાખે છે. જો તમારા કોઈ વીડિયો પર 2,00,000 વ્યુઝ આવે છે, તો તમે અંદાજે 10,000 થી લઈને 40,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. ટેક અને ફાઈનાન્સ જેવી કેટેગરીમાં આ રકમ વધુ પણ હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now