Home Gujarat Youth Died Due To Electric Shock In Vadodara

કરંટ લાગવાથી યુવકનું ઘટના સ્થળે મોત : ટેમ્પો પાર્ક કરતા સમયે ઇલેક્ટ્રિક થાંભલાને હાથ લાગતા કરંટ લાગ્યો

કરંટ લાગવાથી યુવકનું ઘટના સ્થળે મોત
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 09:55 AM IST

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન નજીક વહેલી સવારે કરુણ ઘટના બની હતી. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા સોફિન શીખ શેખ નામના યુવાનનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર સોફિન શેખ સવારે પોતાના કામ અર્થે આવ્યા હતા અને પોતાનો ટેમ્પો પાર્ક કરી રહ્યા હતા. તે જ સમયે બાજુમાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને હાથ લગાડતા અચાનક તેમાંથી જોરદાર વીજ કરંટ લાગતા ત્યાં જ ઢળી પડ્યા હતા.સોફિનને કરંટ લાગતા જોઈને તેમના મિત્રો તાત્કાલિક મદદે આવ્યા હતા.

તેમના મિત્રોએ સોફિનને કરંટ લાગેલા થાંભલાથી છોડાવ્યા હતા. ત્યારબાદ જરા પણ સમય ગુમાવ્યા વિના, તેમને તાત્કાલિક સારવાર માટે શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરોએ સોફિન શીખ શેખને મૃત જાહેર કર્યા હતા.આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now