ભાવનગરના પ્રેસ રોડ પર એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રોહિત ઉર્ફે ગોપાલ બારૈયાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરાઈ છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે.
શહેરના પ્રેસ રોડ નજીક આવેલા ભૂતડાના કારખાના નજીક એક યુવકની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. તીક્ષ્ણ હથિયારથી સામાન્ય બોલાચાલીમાં જ રોહિત ઉર્ફે ગોપાલ બારૈયા નામના યુવકની હત્યા કરાઈ છે. નજીવી બોલાચાલી થતાં મામલો હત્યામાં પરિણમ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી.
ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એક્ઠા થયા હતાં. બબાલમાં વચ્ચે પડેલા એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવનગરની સર ટી હોસ્પિટલ પાસે પણ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતાં. ઘટનાની જાણ થતાં જ સીટી ડિવાયએસપી, એલસીબી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.






