ગુજરાત રાજ્યમાં મોસમ ફરી ઉગ્ર બનવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્રણ મોસમી પ્રણાળીઓ એકસાથે સક્રિય થતાં વરસાદની અસર વિશાળ પાયે જોવા મળશે.
વિભાગે આજે ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ
આ તમામ જિલ્લામાં આજના દિવસે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંકડાઓ તરફ નજર કરીએ તો, ચાલુ સીઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં જ રાજ્યમાં 38 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં મોટા ભાગના ઝોનમાં 30%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 18 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે चार તાલુકાઓમાં 40 ઇંચથી વધુ અને 34 તાલુકાઓમાં 20થી 40 ઇંચ વરસાદ થયો છે.
તેમજ, 109 તાલુકામાં 10થી 20 ઇંચ, 77 તાલુકામાં 5થી 10 ઇંચ, અને 25 તાલુકામાં 2થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુર જેવા બે તાલુકામાં માત્ર સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ થયો છે.
વિશિષ્ટ વિસ્તારોના વિસ્લેષણ મુજબ, સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ પોણા છ ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં સાડા ચાર ઈંચ, જામનગરના જોડીયામાં ચાર ઈંચ, અને રાજકોટના જામકંડોરણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે જનતાને આવશ્યક સાવચેતી રાખવાની અને જરૂરી હોય ત્યારે સ્થળાંતર માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. રાજ્યના તંત્રને પણ એલર્ટ સ્થિતિમાં રાખવામાં આવ્યું છે.
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ


_48751bf8-dbf4-44dc-b647-53c054cee6dc.jpg)



