Xiaomi launches Xiaomi Power Bank 10000 67W: Xiaomi એ UK માં તેની નવી બજેટ પાવર બેંક, Xiaomi Power Bank 10000 (67W) લોન્ચ કરી છે. આ પાવર બેંક ખૂબ ખાસ છે કારણ કે, તે ફક્ત સ્માર્ટફોન જ નહીં પરંતુ લેપટોપ જેવા મોટા ડિવાઇસને પણ ચાર્જ કરવામાં સક્ષમ છે. કંપનીએ તેને પોર્ટેબલ અને મલ્ટી-ડિવાઇસ ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. Xiaomi Power Bank 10000 અગાઉ Chin અને European માર્કેટમાં રજૂ કરવામાં આવ્યું હતું, અને હવે તે ઓફિશિયલ રીતે UK માં વેચાણ માટે ઉપલબ્ધ છે.
Xiaomi Power Bank 10000 કિંમત અને કલર ઓપ્શન
Xiaomi Power Bank 10000 (67W) ની કિંમત UK માં £32.99 છે. તે હાલમાં Ice Blue અને Tan કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. યુઝર્સ તેને Xiaomi ની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ખરીદી શકે છે. કંપનીએ હજુ સુધી કોઈ ચોક્કસ લોન્ચ ઑફર અથવા ડિસ્કાઉન્ટ શેર કર્યું નથી.
Xiaomi Power Bank 10000 ફીચર્સ અને ચાર્જિંગ ક્ષમતા
Xiaomi પાવર બેંક 10000 માં 10,000mAh બેટરી છે. તેની બાજુમાં એક નાનું ડિજિટલ ડિસ્પ્લે પણ છે, જેના દ્વારા બેટરી લેવલ ચેક કરી શકાય છે. પાવર બેંકમાં ઇનબિલ્ટ USB ટાઇપ-C કેબલ છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પાવર બેંક Xiaomi 15 સ્માર્ટફોનને એક કલાકથી ઓછા સમયમાં સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. iPhone 16 Pro ને 30 મિનિટમાં લગભગ 56 ટકા સુધી ચાર્જ કરી શકાય છે, અને M3 iPad Air 11-ઇંચને લગભગ 33 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
Xiaomi Power Bank 10000 ફીચર્સ
બિલ્ટ-ઇન કેબલ ઉપરાંત, પાવર બેંકમાં USB-C અને USB-A પોર્ટ પણ છે. આનાથી એકસાથે ત્રણ ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. ચાર્જિંગ ઇનપુટ માટે, પાવર બેંક 65W USB-C ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે તેને લગભગ 1.3 કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ થવા દે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર એવા યુઝર્સ માટે ઉપયોગી છે, જેમને મુસાફરી દરમિયાન ઝડપથી તેમની પાવર બેંક ચાર્જ કરવાની જરૂર હોય છે.
Xiaomi Power Bank 10000 ની ડિઝાઇન
ડિઝાઇન અને સાઇઝની દ્રષ્ટિએ, Xiaomi પાવર બેંક 10000 સાઇઝમાં 115x66x26mm છે અને તેનું વજન આશરે 247 ગ્રામ છે. કંપનીનો દાવો છે કે, તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને હલકું વજન તેને ડેઈલિ કેરી અને મુસાફરી માટે એક સારો ઓપ્શન બનાવે છે. લેપટોપ ચાર્જિંગ સપોર્ટ, તેના 67W આઉટપુટ સાથે, તેને બજેટ સેગમેન્ટમાં એક અલગ સ્થાન આપે છે.





















