Home Tech/Gadgets Xiaomi 17 Ultra Will Be Launched On This Date Know Details About The Smartphone

Xiaomi 17 Ultra આ તારીખે થશે લોન્ચ! : જાણો કેમેરા સિસ્ટમ અને પરફોર્મન્સ વિશેની માહિતી

Xiaomi 17 Ultra આ તારીખે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 09:51 AM IST

Xiaomi 17 Ultra to launch next week: Xiaomi એ તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન, Xiaomi 17 Ultra ના લોન્ચને કોનફોર્મ કર્યું છે. હાલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફોન 26 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ થશે. હવે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, Xiaomi 17 Ultra આવતા અઠવાડિયે ચીનમાં લોન્ચ થશે, જોકે Xiaomi એ હજુ સુધી લોન્ચ તારીખ જાહેર કરી નથી. તારીખની પુષ્ટિ થઈ નથી, પરંતુ લોન્ચ વિન્ડો હવે ઓફિશિયલ છે.

Xiaomi 17 Ultra કેમેરા ક્વાલિટીમાં અપડેટ

તેની ઓફિશિયલ વેબસાઇટ પર એક પોસ્ટર દ્વારા, Xiaomi એ પણ પુષ્ટિ આપી છે કે, Xiaomi 17 Ultra માં Leica સાથે તેની કેમેરા પાર્ટનરશીપ ચાલુ રાખશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વખતે સુધારા કરવામાં આવ્યા છે, ખાસ કરીને ટેલિફોટો કેમેરા અને નાઇટ ફોટોગ્રાફીમાં. જો પોસ્ટરનો અનુવાદ સચોટ હોય, તો લો-લાઇટમાં ફોટોગ્રાફી આ ફોનનું મુખ્ય હાઇલાઇટ હોઈ શકે છે. Xiaomi 17 Ultra ને હાલમાં FCC પ્રમાણપત્ર પણ મળ્યું છે, જે ઇન્ટરનેશનલ લેવલએ લોન્ચ થવાની શક્યતાને મજબૂત બનાવે છે.

Xiaomi 17 Ultra કેમેરા સેટઅપ અને પ્રોસેસર

રિપોર્ટ અનુસાર, Xiaomi 17 Ultra માં Snapdragon 8 Elite Gen 5 SoC આપવામાં આવશે તેવી અપેક્ષા છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, તેમાં 1-ઇંચ સેન્સર સાથે 50MP નો મુખ્ય કેમેરો હોવાની અપેક્ષા છે. વધુમાં, 200MP નો ટેલિફોટો કેમેરો અને 50MP નો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ પણ અપેક્ષિત છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MP ના ફ્રન્ટ કેમેરાની અપેક્ષા છે.

Xiaomi 17 Ultra કિંમત

Xiaomi 17 Ultra ની શરૂઆત CNY 6,499 (આશરે રૂ. 83,000) થી થવાની અપેક્ષા છે, જે Xiaomi 15 Ultra ની જેમ જ છે. એવું માનવામાં આવે છે કે, આ ફોનમાં 16GB સુધીની RAM અને 512GB સ્ટોરેજ હશે. ચાર્જિંગ માટે, તે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે. Xiaomi 16 Ultra ચીનમાં બે વેરિઅન્ટમાં લોન્ચ થવાની ધારણા છે. આમાંથી એક વેરિઅન્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવી શકે છે, જે મોબાઇલ નેટવર્ક વગરના વિસ્તારોમાં પણ કોલ અને મેસેજની મંજૂરી આપે છે. જોકે, આ ફોન ઇન્ટરનેશનલ માર્કેટમાં સેટેલાઇટ સુવિધાઓ વગર આવવાની ધારણા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now