Xiaomi 17 Ultra : ટેક જગતની દિગ્ગજ કંપની Xiaomi એ ભારતીય બજારમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 17 Ultra લોન્ચ કરી દીધો છે. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેમને પ્રોફેશનલ ફોટોગ્રાફી અને હાઇ-સ્પીડ ગેમિંગનો શોખ છે. પાવરફૂલ પ્રોસેસર અને શાનદાર કેમેરા સેટઅપ સાથે આ ફોન માર્કેટમાં અન્ય પ્રીમિયમ સ્માર્ટફોન્સને ભારે ટક્કર આપવા તૈયાર છે.
કિંમત અને ઓફર્સ
ભારતમાં Xiaomi 17 Ultra ના 16GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹1,39,999 નક્કી કરવામાં આવી છે. જોકે, ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરીને ₹10,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. વધુમાં, 13 થી 17 માર્ચ સુધીના 'અર્લી બર્ડ ઓફર'માં ₹19,999 ની કિંમતની 'Xiaomi Professional Photography Kit Pro' બિલકુલ મફત આપવામાં આવશે. આ ફોનનું વેચાણ 18 માર્ચથી Amazon અને Xiaomi India ના સ્ટોર્સ પર શરૂ થશે.
ડિસ્પ્લે અને ડિઝાઇન
આ સ્માર્ટફોનમાં 6.9-ઇંચની Xiaomi HyperRGB OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 1-120Hz છે, જે વીડિયો જોવાનો અને ગેમિંગનો એક્સપિરિયન્સ ઉત્તમ બનાવે છે. તેની બ્રાઇટનેસ 3500 nits છે, જેના કારણે ભરબપોરે તડકામાં પણ સ્ક્રીન એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ફોન બ્લેક અને વ્હાઇટ એમ બે ક્લાસિક કલરમાં ઉપલબ્ધ છે.
પાવરફુલ પ્રોસેસર અને સોફ્ટવેર
ઝડપી કામગીરી માટે આ ફોનમાં લેટેસ્ટ ઓક્ટા-કોર Snapdragon 8 Elite Gen 5 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 16GB ની ફાસ્ટ રેમ અને 512GB ની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન Android 16 પર આધારિત Xiaomi HyperOS 2 પર ચાલે છે, જે યુઝર્સને સ્મૂધ ઇન્ટરફેસ પ્રદાન કરે છે.
કેમેરા ક્વોલિટી
ફોટોગ્રાફી પ્રેમીઓ માટે આ ફોન વરદાન સમાન છે. તેના રિયર સેટઅપમાં 50mp નો મુખ્ય કેમેરો, 200mp નો જબરદસ્ત ટેલિફોટો કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઈડ કેમેરો છે. સેલ્ફી માટે પણ કંપનીએ 50mp નો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ કેમેરા સેટઅપમાં OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ પણ મળે છે, જેથી ફોટા અને વીડિયો ધ્રુજારી વગરના અને સ્પષ્ટ આવે છે.
બેટરી અને કનેક્ટિવિટી
Xiaomi 17 Ultra માં 6000mAh ની મોટી બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi 7, બ્લૂટૂથ 6.0 અને USB ટાઇપ-C જેવી સુવિધાઓ છે. સુરક્ષા માટે અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને AI ફેસ અનલોક આપવામાં આવ્યું છે. સાથે જ આ ફોન પાણી અને ધૂળથી સુરક્ષિત રાખવા માટે IP65+IP66 રેટિંગ આપ્યું છે.




















