Xiaomi launches its new flagship smartphone Xiaomi 17 Ultra: Xiaomi એ તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 17 Ultra લોન્ચ કરવામાં આવ્યો છે. Xiaomi કંપનીએ ચીની બજારમાં આ ફ્લેગશિપ Xiaomi 17 Ultra રજૂ કર્યો છે. બ્રાન્ડે આ ફોનમાં અદ્ભુત ફીચર્સ આપી રહી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ તેની બેટરી અને Leica 1 ઇંચ કેમેરા સેન્સર છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ફોન ફોટોગ્રાફીને આગલા લેવલ પર લઈ જાય છે. આ સાથે, તેમાં 6800mAh ની બેટરી છે. ફોનમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યું છે. કંપનીએ ફોનનું ખાસ Leica Edition પણ લોન્ચ કર્યું છે. જાણો સંપૂર્ણ માહિતી.
Xiaomi 17 Ultra અને Xiaomi 17 Ultra Leica Edition ની કિંમત અને સેલ
Xiaomi 17 Ultra ચીનના બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની શરૂઆતની કિંમત 12GB+512GB વેરિઅન્ટ માટે 6,999 યુઆન (આશરે રૂ. 89,500), 16GB+512GB વેરિઅન્ટ માટે 7,499 યુઆન (આશરે રૂ. 98,500) અને 16GB+1TB વેરિઅન્ટ માટે 6,999 યુઆન (આશરે રૂ. 108,000) માં ઉપલબ્ધ છે. Xiaomi 17 Ultra Leica Edition ના 16GB+512GB વેરિઅન્ટ માટે 7,999 યુઆન (આશરે રૂ. 102,000) અને 16GB+1TB વેરિઅન્ટ માટે 8,999 યુઆન (આશરે રૂ. 115,000) માં ખરીદી શકાય છે. બધા મોડલ્સ માટે પ્રી-ઓર્ડર ચાલુ છે. આ ફોન ચીનમાં પ્રી-બુક કરી શકાય છે. આ સ્માર્ટફોનની સેલ 27 ડિસેમ્બરથી શરૂ થશે. આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.
Xiaomi 17 Ultra ની ડિસ્પ્લે અને ફીચર્સ
Xiaomi 17 Ultra માં ફ્લેગશિપ ફીચર્સ છે. ફોનની મુખ્ય વિશેષતા તેનો Leica કેમેરા છે. પાવરફૂલ ચિપસેટ સાથે, તેમાં ફાસ્ટ ચાર્જિંગ સાથે મોટી બેટરી પણ છે. Xiaomi 17 Ultra માં 6.9 ઇંચની M10 OLED LTPO ફ્લેટ ડિસ્પ્લે છે. ફોનનું રિઝોલ્યુશન 2608×1200 પિક્સેલ અને પિક્સેલ ડેન્સિટી 420PPI છે. સ્ક્રીન 2K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે અને તેની પીક બ્રાઇટનેસ 3500 nits છે. તે 1Hz થી 120Hz ના એડેપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં HDR10+ અને Dolby Vision પણ છે, જે હાઇ-ક્વોલિટીવાળા વિડિયો અને ઑડિઓ પહોંચાડી શકે છે. ડિસ્પ્લે Xiaomi Ceramic Glass 2.0 થી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આંખની સુરક્ષા માટે, ડિવાઇસમાં TÜV Rheinland ટ્રિપલ આઇ-પ્રોટેક્શન છે. તે સંપૂર્ણ RGB પિક્સેલ લેઆઉટને સપોર્ટ કરે છે.
Xiaomi 17 Ultra નું પ્રોસેસર, કૂલિંગ ચેમ્બર અને ઓપરેટિંગ સિસ્ટમ
Xiaomi 17 Ultra માં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર છે. આ ચિપસેટમાં બે મોટા 4.6GHz Oryon કોર અને 3.62GHz પર છ કોર છે. તે Adreno 840 GPU ને પણ સપોર્ટ કરે છે. ફોનને વધુ ગરમ થવાથી બચાવવા માટે, કંપનીએ ડ્યુઅલ-રિંગ-આકારનો લિક્વિડ કૂલિંગ ચેમ્બર પણ આપી રહી છે. આ CPU અને કેમેરા બંનેને ઠંડુ રાખવામાં મદદ કરે છે. Xiaomi 17 Ultra માં Xiaomi HyperOS 3.0 સોફ્ટવેર પર ચાલે છે. નવી ઇકોસિસ્ટમ Apple ડિવાઇસ માટે સપોર્ટ પણ ઉમેરે છે, જે Xiaomi ફોનમાંથી મિરરિંગ અને કંટ્રોલ જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે.
Xiaomi 17 Ultra નું કેમેરા સેટઅપ
Xiaomi 17 Ultra ની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. કંપનીએ કેમેરા પર ખાસ ધ્યાન આપ્યું છે. આ ફોનમાં 50mp નો પાવરફૂલ મુખ્ય કેમેરો છે જેમાં 1-ઇંચનું મોટો Light Fusion 1050L સેન્સર છે. તે 14EV નેટિવ ડાયનેમિક રેન્જ પહોંચાડે છે. કંપનીનો દાવો છે કે, તેની મદદથી ફોનને જબરદસ્ત નાઇટ અને બેકલાઇટ ફોટોગ્રાફી ક્ષમતાઓ મળે છે. Xiaomi 17 Ultra માં સેકન્ડરી સેન્સર તરીકે 200mp નો ટેલિફોટો કેમેરો છે, જે Leica સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે. તેમાં સતત ઓપ્ટિકલ ઝૂમ લેન્સ છે, જેની મદદથી લોસલેસ ઓપ્ટિકલ ઝૂમ કરી શકાય છે. તેમાં Leica નું APO પ્રમાણપત્ર અને 3G+5P ફ્લોટિંગ લેન્સ પણ છે. તે 30cm ટેલિફોટો મેક્રો શોટ્સને સપોર્ટ કરે છે. ત્રીજો સેન્સર 50mp નો અલ્ટ્રાવાઇડ લેન્સ છે, જે 115° FOV અને 5cm મેક્રો સપોર્ટ સાથે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, આ ફોનના ફ્રન્ટમાં 50mp નો કેમેરો છે. તે 60fps પર 4K રેકોર્ડિંગ કરી શકે છે.
Xiaomi 17 Ultra ની બેટરી, સિક્યોરિટી અને કનેક્ટિવિટી
Xiaomi 17 Ultra માં 6,800mAh ની વિશાળ બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ Xiaomi ફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી છે. આ ફોન 90W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે, Xiaomi 17 Ultra માં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં USB-C 3.2 Gen 2, Wi-Fi 7, Bluetooth 6.0, NFC અને સેટેલાઇટ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે, જે તેને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપે છે.
Xiaomi 17 Ultra Leica Edition ના ફીચર્સ
Xiaomi 17 Ultra Leica Edition ખાસ કરીને ફોટોગ્રાફીના શોખીન યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ઝનમાં પાછળના ભાગમાં Leica નું રેડ ડોટ બ્રાન્ડિંગ છે. તે ડ્યુઅલ-ટોન ફિનિશમાં ઓફર કરવામાં આવ્યું છે. તેમાં એક અનોખી માસ્ટર ઝૂમ રિંગ પણ છે, જે યુઝર્સને મિકેનિકલ ફોટોગ્રાફી નિયંત્રણો આપે છે. તેમાં Leica Moment Mode નામની એક ખાસ સોફ્ટવેર ફીચર પણ સામેલ છે, જે M9-સ્ટાઇલના કલર રેન્ડરિંગ અને M3 + MONOPAN 50 બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ સિમ્યુલેશન જેવા ફીચર્સ સાથે આવે છે. વધુમાં, યુઝર્સને આ ફોન સાથે ઘણી ખાસ એસેસરીઝ પણ મળે છે.





















